જામનગર,
રક્ષાબંધનનો તહેવાર એટ્લે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. ટેવ સમયે જામનગરની જી જી હોસ્પીટલમાં કામ કરતી નર્સ બહેનો જે પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓની સેવા કરે છે. તે તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
પોલીસમાં ફરજ બજાવતા અને જનતાની રક્ષા કરતાં પોલીસ કર્મચારીઓને જી જી હોસ્પિટલની નર્સ બહેનોએ રાખડી બાંધી તેમની લાંબી ઉમરની કામનાઓ કરી હતી અને પોલીસ કર્મીઓની સુરક્ષા સેવાઓને બિરદાવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત એસ પી ઓફિસમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓને પણ રાખી બાંધવામાં આવી હતી. આ શુભ અવસરે જિલ્લા પોલીસ વડાએ નર્સિંગ સ્ટાફના કર્મચારીઓનું મીઠું કરાવ્યું હતું.
સાગર સંઘાણી