Mozila એ નેક્સ્ટ જનરેશન બ્રાઉઝર ફાયરફોક્સ ક્વોન્ટમ લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ 13 વર્ષમાં આપવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટુ અપડેટ છે. આ બ્રાઉઝર વિન્ડોસ, મેક, એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે લોન્ચ કર્યું છે. આ નવું અપડેટ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજને જોરદાર ટક્કર આપી શકે છે.
મોઝીલાએ કહ્યું છે કે નવા વર્ઝનનાં બ્રાઉઝરનું કોર એન્જિન સંપૂર્ણપણે નવા ટેક્નોલૉજીના આધાર પર બદલવામાં આવ્યું છે. આ બ્રાઉઝરની ડિઝાઇન પણ નવી છે અને તેની સ્પીડ પણ પહેલાથી ખૂબ વધુ છે. મોઝીલા ક્વોન્ટમ તેના પ્રતિસ્પર્ધી બ્રાઉઝરની જેમ ઓછી મેમરીનો ઉપયોગ કરે છે. અને આ બ્રાઉઝરમાં તમે અનેક ટૅબ એકીસાથે ખોલી શકો છો.
2004 માં ફાયરફોક્સ 1.0 લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે પછી આ સૌથી મોટુ અપડેટ છે. કંપની મુજબ આ બ્રાઉઝરમાં તમે પહેલી વસ્તુ નોટિસ કરશો તે તેની સ્પીડ છે. આ બ્રાઉઝરમાં બીજું પરિવર્તન જોઈએતો તેનું યુઝર ઇન્ટરફેસ પણ બદલવામાં આવ્યું છે તેનું નામ કંપનીએ ફોટોન રાખ્યું છે.
બે મહિના સુધી કંપનીનું ફાયરફોક્સ 57 વર્ઝન જે ક્વોન્ટમ કહેવાય છે તેના બીટા પરીક્ષણ પછી કંપનીએ તે બધા વપરાશકર્તાઓ માટે લોન્ચ કર્યું છે. વધુ સ્પીડ સાથે આ નવા બ્રાઉઝરમાં ઘણા પ્રકારનાં ટૂલ્સ પહેલાથી જ આપ્યા છે. ઉદાહરણ તરીકે રીડ એટ લેટર સર્વિસ અને પૉકેટ જેવા ટૂલ્સ છે જે ખૂબજ ઉપયોગી છે. સાથે સાથે પ્રાઇવેટ બ્રાઉઝિંગનું લેઆઉટ પણ બદલવામાં આવ્યું છે.
મોઝિલાએ પોતાના બ્લોગમાં કહ્યું છે કે અમેરિકા અને કેનેડામાં હવે ફાયરફોક્સ બ્રાઉઝર્સમાં Google ડિફૉલ્ટ સર્ચ એન્જિન હશે. જો કે હાલના સમયમાં ભારતમાં ફાયરફોક્સ ડિફૉલ્ટ સર્ચ એન્જિન યાહૂ છે.
જો તમે પણ ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો વેબસાઇટ પરથી તેને ડાઉનલોડ કરી શકો છો અથવા તમે અપડેટ પણ કરી શકો છો. જેમ કે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી તમે તેને અપડેટ અથવા ડાઉનલોડ કરી શકો છો.