કર્ણાટકના રાજયપાલ વજૂભાઈ વાળા સાથે પણ શુભેચ્છા મૂલાકાત
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે તાજેતરમાં કર્ણાટક રાજ્યની દર્શનયાત્રા કરી હતી. આ દર્શનયાત્રા દરમિયાન વિવિધ સ્ળની મુલાકાત તા પોતાના સમગ્ર પ્રવાસ અનુભવ વિશે સતત પોતાના વિચારો અને પ્રયત્નો કી ગુજરાતનાં યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને યાત્રાળુઓની સુખ-સુવિધામાં વધારો કરવામાં પ્રયત્નશીલ રહેતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, કર્ણાટક રાજ્યમાં આશરે ૩૫ ૦૦૦થી વધુ મંદિરો આવેલાં છે. જે મંદિરોનું ધાર્મિક અને ઐતિહાસિક મૂલ્ય અનેરું છે. કર્ણાટકનાં મોટા ભાગના મંદિરો સદીઓ જૂના છે, તેમની પર ઘણી વખત આક્રમણો અને કુદરતી આફતો આવી છે આમ છતાં ભૌગોલિક અને સપત્યની દ્રષ્ટિએ આજે પણ બેનમૂન તેમજ પ્રજાની આસ અને સ્વાભિમાનનું કેન્દ્ર બની અડીખમ ઊભા છે. ગુજરાત રાજ્યની જેમ કર્ણાટક સરકાર રાજ્યનાં તમામ મંદિરોની જાળવણી અને ધાર્મિક બાબતો સો સાંસ્કૃતિક મૂલ્યોનાં જતન માટે હજુ વધુને વધુ શ્રેષ્ઠ પગલાં લેશે તેવી આશા છે.આ પ્રવાસ દરમિયાન રાજુભાઈ ધ્રુવે કર્ણાટક રાજ્ય સરકારનાં સચિવ ગંગારામ બડેરિયા અને સચિવ એસ.પી. શદાકેસરી સ્વામી તા ઊચ્ચ અધિકારીઓ સો મુલાકાત કરી કર્ણાટકનાં વિવિધ યાત્રાધામોનાં વિકાસ, સુરક્ષા અને સ્વચ્છતા પરનાં વિચારોની આપ-લે કરી હતી. રાજુભાઈ ધ્રુવ છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોનાં યાત્રાધામોનો નાનો-મોટો પ્રવાસ કરી નવી ટેકનોલોજિનાં અમલ, સુરક્ષા અને સ્વચ્છતાની સલાહ તથા યાત્રાળુની સમસ્યા માટે સતત કાર્ય કરી રહ્યા છે. પોતાની હાલની દર્શનયાત્રા દરમિયાન કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ વજુભાઈ વાળા સો રાજુભાઈ ધ્રુવે શુભેચ્છા મુલાકાત કરી પોતાના કાર્યો અને કર્ણાટકનાં પવિત્ર યાત્રાધામોને સંલગ્ન વિવિધ વિષયો પર વિચારવિમર્શ કરી માર્ગદર્શન મેળવ્યું હતું. જે શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્યપાલ નાં પી.એ. તેજસભાઈ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા.