9 સ્થળે દરોડા: 17 મહિલા સહિત 49 પત્તા પ્રેમીઓની અટકાયત
જામનગર શહેરમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે, અને શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો છે, જેમાં મહિલાઓએ પણ પૂરેપૂરું જોશ લગાવી ને ઝંપલાવી દીધું છે ગઈ રાત્રે પોલીસે 9 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 17 મહિલા સહિત 49 આરોપીઓની અટકાયત કરીલઈ તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
જાહેરમાં ગંજીપાના ટીચી રહેલી મીલાબેન કાંતિલાલ ભૂવા, ગીતાબેન ધવલભાઈ મહેતા, નેહાબેન ધવલભાઈ મહેતા, જ્યોતિબેન રાજેશભાઈ ગોહિલ, અને શાંતીબેન હિતેશભાઈ પરમારની પોલીસે અટકાયત કરી લ5ઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
નાઘેડી ગામે જુગાર રમી રહેલી સોનલબેન સાગરભાઇ કનારા, જીવીબેન ગાંગાભાઈ મોઢવાડિયા, કૈલાશબા કાળુભા ચુડાસમા, અને મધુબેન ભીમશીભાઈ કરંગીયા, કાજલ બેન રામજીભાઈ પંચાસરા, તથા લાખી બેન કારુભાઈ વગેરે ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
સિક્કા કારાભુંગા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી અબ્દુલ ગની આમદભાઈ નામના વાઘેર સહિત પાંચ જુગારીનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અને નો ચોથો દરોડો જામનગરમાં જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં પાડવામાં આવ્યો હતો જેંતી જાહેરમાં ગંદી પાના વડે જુગાર રહી ગયેલા વિનોદ ભગવાનજીભાઈ અઘારીયા સહિત ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરીને જુગાર રમી રહેલા ગોપાલ કેશુભાઈ દેવીપુજક સહિત ત્રણ ની પોલીસે અટકાયત કરી લઈ રોકડ તથા જુગારનુંસાહિત્ય કબજે કર્યું છે. કનસુરા ગામે જુગાર રમી રહેલા આ પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પાડવામાં આવ્યો હતો.જેમાં રસીલાબેન અરવિંદભાઈ રાઠોડ, સંગીતાબેન હરેશભાઈ મહિડા, વિજયાબેન શીવાભાઈ વાઘેલા, ગીતાબેન રણછોડભાઈ પરમાર સહિત છ પતા પ્રેમીઓની અટકાયત કરી લઇ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો આઠમો દરોડો ધ્રોલ તાલુકાના ધરમપુર ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેતા રઘુભાઈ તળશીભાઈ વાઘેલાના મકાન પર પોલીસે દરોડો પાડી મકાન માલિક ઉપરાંત મંજુબેન કિશોરભાઈ રાંદલપરા, આશાબેન કેસુભાઈ મોઢવાડિયા સહિત છ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગાર અંગેનો નવમો દરોડો જોડીયા નજીક બાલાચડી ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ગંભીરસિંહ જસુભા વાઘેલા સહિત સાત આરોપીઓની પોલીસે અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.