તા. ૨૭ .૮.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ અગિયારસ, પવિત્ર અગિયારસ, પુત્રદા એકાદશી, મૂળ  નક્ષત્ર, પ્રીતિ  યોગ, વણિજ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ)            : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.


–કેતુની દશા ૭ વર્ષની હોય છે જે જાતકને મોહ છોડાવે છે

   જ્યોતિષશાસ્ત્રમાં જન્મકુંડળી એ જન્મસમયે અવકાશમાં રહેલા ગ્રહો દર્શાવે છે અને ત્યારબાદ સમય મુજબ ગોચર ગ્રહો અને દશા અંતર્દશા સારો ખરાબ સમય બતાવે છે આમ જ્યોતિષશાસ્ત્રમાં અવકાશ અને સમય નો એટલે કે સ્પેસ અને ટાઇમનો સમન્વય છે અને આ જ વૈજ્ઞાનિક તથ્યથી ત્રણે કાળના ગણિત પર ઋષિમુનિઓએ પ્રકાશ ફેંક્યો છે જેમાં સમયનું મહત્વનું અંગ મહાદશા અંતર્દશા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જાતકની જિંદગી કઈ મહાદશામાં શરુ થઇ એ વિશેષ મહત્વનું છે વળી દરેક દશા મુજબ જીવનમાં બદલાવ જોવા મળે છે આમ તો શાસ્ત્રમાં અનેક દશા પદ્ધતિઓ અષ્ટોત્તરી દશા,વિશોત્તરી દશા, યોગીની દશા વિગેરે દર્શવવામાં આવી છે પણ વિશેષતઃ વિશોત્તરી દશાનો સ્વીકાર થાય છે એ મુજબ જાતકના જીવનમાં પરિણામ આવતા જોવા મળે છે. વિશોત્તરી દશામાં કેતુની દશા ૭ વર્ષની હોય છે જે જાતકને ઘણી બધી બાબતોથી અલિપ્ત કરે છે, મોહ છોડાવે છે અને જીવનમાં ઘણા રસ્તાઓ બંધ કરી જાતકને આધ્યાત્મિક બનાવતી જોવા મળે છે તો શુક્રની દશા જીવનથી ભરપૂર હોય છે લગ્ન, ભૌતિક સુખ સગવડ,મકાન વાહન સુખ સ્ત્રી સુખ અને આનંદ પ્રમોદ તથા કલા શૃંગાર માટે શુક્રની દશા વિસ વર્ષ આપે છે શુક્ર સારો હોય તો આ સમયમાં આ બધું પ્રચુર માત્રા માં મળે છે. અન્ય દશા વિષે આવતા અંકમાં ચર્ચા કરીશ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.