5000 વર્ષ જુનુ પૌરાણીક મંદીર છે જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમા
કામનાથ મહાદેવ જે માંગરોળ થી સાત કિ.મી નાં અંતરે આવેલ છે. કામનાથ મહાદેવ અંદાજે 5000 વર્ષ જુનુ પૌરાણીક મંદીર છે જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમા પણ હોવાનું મનાય રહ્યુ છે . જયા ભગવાન કિષ્નાએ રાતવાશો કર્યાનો પણ ઉલ્લેખ છે. પ્રવિત્ર શ્રાવણ માસમાં અનેક વિધ શિવ મંદીરો આવેલ હોય છે જે પ્રાચિન ઈતિહાસના મહીમા સાથે જોડાયેલા હોય છે . આવો જ એક મહીમા છે માંગરોળની નોળી નદી કાંઠે સ્વયમ પ્રગટ થયેલ કામનાથ મહાદેવ.
કુદરતની ખોળે ખુંદતી પ્રકૃતિની લીલી વનરાયો પંખીના ટહુકારા માંગરોળ તાલુકા અનેક વિવિધ ગામડામાંથી પસાર થતી નોળી નદી જયા બિરાજમાન છે સાક્ષાત કામનાથ મહાદેવ લોકમુખે ચર્ચાતા કામનાથ મહાદેવનો ઈતિહાસ જાણીએ.
કોટડા નામક કંકાવટી નગરીમાં કનકસિંહ નામના રાજા રાજ કરતા હતા તેની પાસે સુંદર મજાની ગૌરી ગાય હતી રાજા ગાય ને ચરવા માટે કોટડા ના વગડા મા મોકલી દેતા ગાય ચરી ને સાંજ વેળાએ કનકસિંહ રાજા ના દરબાર મા પરત પોહચતી બનવા જોગ એક દિવસની વાત છે કે ગાય ચરતી ચરતી એક રાફડા પાસે ઉભી રહી ગય અને ગાયના આંચળ માંથી દુઘ આપો આપ જરવા લાગ્યુ ગાયનું દુધ સંપુર્ણ રાફડા ઉપર જરી ગયુ આ ધટના એક દિવસ બે દિવસ ચાલી આમ સાત દિવસ વિત્યા ગાયને ગોવાળ જ્યા દોહવા જાય ત્યારે આ દ્રષ્ય જોય શંકા લાગી તેને તરત જ કંકાવટી નગરી મા જય રાજા કનકસિંહ ને વાત કરી કે આપણી ગાયનું દુધ કાતો કોઈ દોહી લેય છે કાતો કોક વાછનડો ધાવી લેતો હોય આ વાત સાંભળી રાજા કનકસિંહ તરત જ ગાય નું રખોપુ કરવા રાજ સૈનિકો ને લગાડેલ ગાય રોજે જેમ ચરવા જતી તેમ નિકળી ગય રાજ સૈનિકો તેની પાછળ પાછળ છુપાંતા રખોપુ કરેલ જયા સાંજની વેળા થય ને ગાય રાફડા ની માથે ઉભી રાજ સૈનિકો આ જોય અંજપામા પડી ગયા તરત જ ગાયના આંચળ માંથી દુધ જરવા લાગ્યુ સૈનિકો ચોકી ઉઠ્યા દોડી ને કંકાવટી નગરી ના રાજાને વાત કરતા રાજા સવારના સમયે પૌતાના સેવકો નગરવાસીઓ ની સાથે તે રાફડા પાસે આવેલ અને રાફડો તોડવા માટે જેવો ત્રિકમનો ધા મારીયો ત્યા કાળતરો પોતાની ફેણ ઉભી કરી ને રાફડા માંથી બહાર નિકળેલ સાથો સાથ શીવલીંગ નિકળેલ ત્યાર થી કનકસિંહ રાજા આ શિવલીંગ સાસ્ત્રોકત વિઘિવધ પુજા કરી ને સ્થાપીત કરેલ અને નામ આપ્યુ કામનાથ મહાદેવ ભક્ત જનો કોઈ કામનાથ મહાદેવ તરીકે પુજે છે તો કોઈ કામેશ્ર્વર મહાદેવ તરીકે ઓળખાશે .
જ્યા ભાદરવી અમાસને દિવસે અહીયા મોટો મેળો ભરાય છે અને લોકો પોતાના સ્વજનોની મોક્ષગતી માટે પીપળે પાણી રેડવા પણ મોટી માત્રામા આજુ બાજુ ગાંમડાના લોકો ઉમટી પડે છે.
કામનાથ મહાદેવના સાનીધ્યમા શ્રાવણ માસ નિમિતે વિવિધ પુજાઓ શણગાર તેમજ થાળ ઘરવામા આવે છે. ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મહાદેવની જેમ અહીયા પણ પુજા કરવામા આવે છે જેમા સોમવારના દિવસે વિશેષ પુજા હોય છે રાત્રીની મહાપુજા જેમા મહાદેવને સુંદર પુષ્પોથી સણગાર વામા આવે છે અને આરતી કરવામા આવે છે . આ મહાપુજામાં માંગરોળ તાલુકાના હજારો શીવભક્તો ઉમટી પડે છે .