ઉપલેટા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ દ્વારા આગામી સાતમ-આઠમ તહેવાર દરમ્યાન છ દિવસ માટે યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે.
મારકેટીંગ યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરાની અખબારી યાદીમાં જણાવેલ છે કે ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના તા. 4-9 ને સોમવાર થી તા. 9-9 ને શનિવાર સુધી જાહેર રજા હોવાથી યાર્ડમાં હરાજીનું કામકાજ સંંપૂર્ણ બંધ રહેશે.
તા. ર-9 ને શનિવારે હરાજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે. તા. 10-9 ને રવિવારના રોજ તમામ જણસી યાર્ડમાં ખેડુત લઇ આવી શકશે તેની ખેડુતભાઇઓને નોંધ લેવી.