સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફીકની કામગીરી તથા સાયબર ક્રાઇમ તેમજ પોલીસ સ્ટેશનથી માહિતી અપાઈ
માનકુવા પોલીસ દ્વારા જી.એમ.ડી.સી.પ્રાથમિક શાળાના વિધાથીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફીકની કામગીરી તથા સાયબર ક્રાઇમ તેમજ પોલીસ સ્ટેશનથી માહિતગાર કરાયા હતા .
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ટ્રાફીકની કામગીરી, સાયબર ક્રાઇમ તેમજ પોલીસ સ્ટેશનથી માહિતગાર કરી પોલીસ તથા પ્રજા વચ્ચે આત્મીયતા વધે તેમજ આવનારી પેઢી પોલીસ કાર્યવાહીથી વાકેફ થાય તેમજ બાળ માનસપટ માંથી પોલીસ તથા પોલીસ સ્ટેશનનો ડર દુર થાય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરીની સુચના તથા માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા માનકુવા ગામની જી.એમ.ડી.સી.પ્રાથમિક શાળા ના ધોરણ ૫ થી આઠ સુધીના કુલ્લ ૧૦૧ વિધાર્થી તેમજ ૬ શિશકોને વિઝિટ દરમ્યાન ક્રાઇમ રાઈટર રાઇટર હેડ, ઇગુજકોપ, બારનીશી, પી.એસ.ઓ, વી.એચ.એફ, ટ્રાફીક એમ.ઓ.બી. તેમજ પોલીસ ગણવેશ અને પોલસ હોદ્દાઓથી માહીતગાર કરવામાં આવ્યા હતા .
પોલીસ સ્ટેશનના તમામ હથીયારોની સમજ કરવામાં આવેલ તેમજ ટ્રાફીકની તથા નશાકારક બંદી દુર કરવા તથા સી-ટીમ દ્વારા શાળાની વિધાથીઓને ગુડ ટચ બેડ ટચથી માહીતગાર કરવામાં આવેલ હતા .