ગુલાબી ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક
ડ્રેગન ફ્રુટ (Dragon Fruit) ગુલાબી ફળ છે. તે કમલમ ફ્રુટ (Kamalam Fruit)તરીકે પણ ઓળખાય છે. તેની અંદર કાળા બીજ સાથે દાણાદાર સફેદ અથવા લાલ માવો હોય છે. જે સ્વાદમાં મધુર અને અત્યંત તાજગી આપનારું છે.
ડ્રેગન ફળનો બહારનો ભાગ કાઢી અને પછી તેને તાજે તાજું ખાવું જોઈએ . તે પોષણનું પાવરહાઉસ છે. તેમાં કેલરી ઓછી છે, શૂન્ય કોલેસ્ટ્રોલ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.
ડ્રેગન ફ્રુટ માથી વિટામિન c સારા પ્રમાણ માં મળે છે . તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, શરીર દ્વારા આયર્નના શોષણને સહાય કરવામાં, કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે આપણા દાંતને સ્વસ્થ બનાવે છે, અને તંદુરસ્ત અને ચમકતી ત્વચા બનાવે છે . વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે, જેનાથી તમે બીમારીથી બચી શકો છો.
ફાયદાઓ :—-
– તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઉર્જા સંગ્રહ માટે પ્રેગનેન્ટ સ્ત્રીઓ માટે મદદરૂપ થાય છે.
– તેમાં ફેટ્સ સારા પ્રમાણમાં હોય છે જે મોટે ભાગે મોનોસેચ્યુરેટેડ હોય છે.
– વિટામીન્સ અને એન્ટિ ઑક્સિડન્ટ્સ માતા અને બાળકને ઇન્ફેક્શન્સથી બચાવે છે.
– ફાઇબરને કારણે પ્રેગનેન્ટ સ્ત્રીઓનો કબજિયાતનો પ્રોબ્લેમ ઉકેલાઇ શકે છે .
– આયર્ન હોવાને કારણે શરીરની હિમોગ્લોબિનની વધતી માંગને પહોંચી વળે છે.
– વિટામિન્સ ઑફ બી કોમ્પલેક્સ ગ્રૂપ જેવા કે ફોલિક એસિડ અને રિબોફ્લેવિન વગેરેને કારણે જન્મજાત ખોડ ટાળી શકાય છે.