અલગ અલગ કેટેગરીમાં 1054 અરજી કરનાર ધંધાર્થીઓને સ્ટોલ-પ્લોટ નહોતા લાગ્યા, 60નટકા જેટલું રિફંડ થઈ ગયું
રસરંગ લોકમેળામાં સ્ટોલ-પ્લોટની હરાજી બાદ હવે રિફંડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અરજી કરી ડિપોઝીટ ભરનારાઓને રૂ. 1.14 કરોડના રિફંડ કરવાના થાય છે. હાલ રિફંડની પ્રક્રિયામાં 60 ટકા જેટલું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.
બી રમકડાના 178 સ્ટોલ/પ્લોટ માટે 724 અરજી મળી હતી. જેમાં 546 અરજી કરનારાઓને રૂ. 56.96 લાખ રિફંડ કરવામાં આવશે.સી ખાણીપીણીના 14 સ્ટોલ/પ્લોટ માટે 69 અરજી મળી હતી. જેમાં 55 અરજી કરનારાઓને રૂ. 17.60 લાખ રિફંડ કરવામાં આવશે. મધ્યમ ચકરડીના 4 સ્ટોલ/પ્લોટ માટે 47 અરજી મળી હતી. જેમાં 43 અરજી કરનારાઓને રૂ. 8.60 લાખ રિફંડ કરવામાં આવશે. જે-1 નાની ચકરડીના 28 સ્ટોલ/પ્લોટ માટે 35 અરજી મળી હતી. જેમાં 7 અરજી કરનારાઓને રૂ. 70 હજાર રિફંડ કરવામાં આવશે.જે-2 નાની ચકરડીના 20 સ્ટોલ/પ્લોટ માટે 25 અરજી મળી હતી. જેમાં 5 અરજી કરનારાઓને રૂ.65 હજાર રિફંડ કરવામાં આવશે.
એ ખાણીપીણી મોટીના 2 સ્ટોલ/પ્લોટ માટે
5 અરજી મળી હતી. જેમાં 3 અરજી કરનારાઓને રૂ. 1.20 લાખ રિફંડ કરવામાં આવશે. બી-1 ખાણીપીણી કોર્નરના 32 સ્ટોલ/પ્લોટ માટે 44 અરજી મળી હતી. જેમાં 12 અરજી કરનારાઓને રૂ. 3 લાખ રિફંડ કરવામાં આવશે. એક્સ આઈસ્ક્રીમના 16 સ્ટોલ/પ્લોટ માટે 24 અરજી મળી હતી. જેમાં 8 અરજી કરનારાઓને રૂ. 4.80 લાખ રિફંડ કરવામાં આવશે. જી-1, જી-2, એચ યાંત્રિક રાઈડના 44 સ્ટોલ/પ્લોટ માટે 86 અરજી મળી હતી. જેમાં 42 અરજી કરનારાઓને રૂ.21 લાખ રિફંડ કરવામાં આવશે. આમ કુલ 1054 જેટલા અરજી કરનારાઓને રૂ. 1.14 કરોડ ચૂકવવાના થાય છે. જેમાંથી 60 ટકા જેટલું ચુકવણું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.