રાજકોટના રાજુભાઇ અધેરા ઉપાઘ્યક્ષ તરીકે પાંચમીવાર રિપીટ
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઇ ગેડિયા દ્વારા 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે.પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપાઘ્યક્ષ તરીકે રાજકોટના રાજુભાઇ અધેરાને રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જુનાગઢના જીતુભાઇ મણવર, વલસાડના વસંતભાઇ પરમાર, ગાંધીનગરના અનિતાબેન પરમાર, બનાસકાંઠાના રમેશભાઇ જાખેસરા, સાબરકાંઠાના નટુભાઇ પરમાર પ્રદેશ મહામંત્રી તરીકે અમદાવાદના વિક્રમભાઇ ચૌહાણ, ગાંધીનગરના દેવેનભાઇ વર્મા, પ્રદેશ મંત્રી તરીકે જામનગરના બાબુભાઇ વર્મા, પ્રદેશ મંત્રી તરીકે જામનગરના બાબુભાઇ ચાવડા, ભાવનગરના અનિલભાઇ ગોહિલ, ગાંધીનગરના નિલેશભાઇ આચાર્ય, ભરૂચના દિનેશભાઇ રોહિત, પાટણના ગંગારામભાઇ સોલંકી, સુરતના રિઘ્ધીબેન પટેલ, પ્રદેશ કોષાઘ્યક્ષ તરીકે અમદાવાદના ઉમંગભાઇ સરવૈયા અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કૃનાલભાઇ પારધીની નિયુકત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે ઇડર તાલુકાના ઉમેદગઢ ગામના કનુભાઇ ગોપાલભાઇ પટેલની વરણી કરવામાં આવી છે.