મહેસાણા તાલુકાના વડસ્મા ગામે ગૌચર જમીનમાં વૃક્ષને બચાવવા જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં મુદ્દામાલ સહિત રજૂઆત કરાઇ
મહેસાણા તાલુકાના વડસ્મા ગામે છેલ્લા ઘણા સમયથી વૃક્ષ છેદન માફી આ ઓ વૃક્ષ નું છેદન કરી રહ્યા છે ત્યાં મહેસાણા તાલુકાના વડસ્મા ગામે અરડૂસાના વૃક્ષનું છેદન કરી જતા ગામના પૂર્વ સદસ્ય ભરતસિંહ ચાવડા દ્વારા મહેસાણા ખાતે તેમજ ગ્રામ પંચાયતમાં મોંખિકમાં રજૂઆત કરવામાં આવી છે.
વૃક્ષ છેદન અજાણા ઇસમો દ્વારા કરાતુ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વૃક્ષ છેદન ક્યારે અટકે છે અને અધિકારીઓ ક્યારેય કડક પગલાં લે છે જ્યારે વડસ્મા ગામના તલાટીને ગામની ગૌચર જમીનમાંથી અજાણ્યા ઇસમો જ વૃક્ષ છેદન કરાવતા ચર્ચાનો વિષય સામે આવ્યો છે.
વડસ્મા ગામ પંચાયત તલાટી જણાવ્યું હતું કે આ બાબતે હું અજાણ છું, વૃક્ષ છેદન કરાઈ કટીંગ વૃક્ષને નજીકમાં આવેલી એક ફેક્ટરીમાં કટીંગ ઠાલવવામાં આવ્યા હતા . સરકાર પર્યાવરણનું જતન કરી રહી છે ત્યારે વૃક્ષ માફિયાઓ વૃક્ષનું નિકંદન કરી રહ્યા છે તંત્ર અને માફિયા પર લોકો દ્વારા આક્ષેપો લાગવામાં આવ્યા છે .
રિપોર્ટર કિશોર ગુપ્તા મહેસાણા