વ્યક્તિના સૌંદર્યને વધુ નિખારે સફેદ દાંત
વાઈટ ટીથ હેલ્ધી દાંતની નિશાની:નિષ્ણાંત તબીબ: ટ્રિટમેન્ટના ત્રણ પ્રકાર: 30 મિનિટ સમય,ત્વરિત શ્રેષ્ઠ પરિણામ
વિશ્વભરમાં વ્યક્તિની સૌંદર્યતાની પરિભાસ જુદી જુદી છે.દરેક ખંડના દેશમાં ત્યાંના લોકોની અલગ જ સૌંદર્યતા જોવા મળે છે.પરંતુ સફેદ દાંતએ વિશ્વના દરેક વ્યક્તિના સૌંદર્યમાં વધુ નિખાર લય આવે છે.સફેદ દાંત આત્મવિશ્વાસમાં વધારો કરે છે.વ્યક્તિની અલગ ઓળખ પણ ક્યાંક સફેદ દાંતથી વર્તાય છે.મોર્ડન દુનિયામાં દાંત ચિકિત્સામાં સફેદ દાંતની અદભુત ભેટ વ્યક્તિને આપી છે.
લોકોમાં હાલ સફેદ દાંત કરાવવાની ઈચ્છા ખૂબ જોવા મળે છે.દાંત સફેદ કરાવવાની ટ્રીટમેન્ટએ કોસ્મેટીક ટ્રીટમેન્ટ છે. લોકોની ઈચ્છાતા હોય છે કે તેમના દાંતનો કલર સફેદ કરાવો છે.સફેદ દાંત કરાવવામાં 29 પ્રકારના સફેદ શેડ આવે છે.
વ્યક્તિના દાંતનો કલરનો શેડ પહેલા ચેક કરવો પડે છે. ત્યારબાદ તેનું કારણ જાણવું પડે કે કયા કારણે તેમાં યેલોનેશ આવી રહી છે.જેની હિસ્ટ્રી લેવામાં આવે છે ત્યારબાદ ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે.
જો તમારા દાંતના સ્ટેનમાં બહારથી કય એડ થયા છે.જેમ કે, પાન,ફાકી,તમાકુ,બહારનું ફૂડ ખાવાથી,કોલ્ડ્રીંક પીવાથી, અથવા કરલ્ડ વસ્તુ ખાવાથી એક્સ્ટ્રીમ એક ટ્રેન કહેવાય તે ક્લિનિંગ થી નીકળી જતા હોય છે જેને દાંત સાફ કરાવવાની ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે.ત્યારબાદ જે દાંતમાં સફેદ કલર કરવાની પ્રક્રિયા થાય છે તે ટીથ વાઇટિંગ છે.ત્રણ પ્રકારની પ્રકીઆ વદે દાંત સફેદ કરવામાં આવે છે.જેવી કે
કેમિકલી એક્ટિવેટેડ,મિકેનિકલી એક્ટિવેટેડ અને લાઈટ એક્ટીવેટેડ પ્રક્રિયા કરવામાં આવે છે.વાઈટ ટીથ હેલ્ધી દાંતની નિશાની છે.એટલે લોકો વધારે સફેદ દાંત કરાવવા ઈચ્છતા હોય છે.સફેદ દાંત કરાવવાની ગેરમાન્યતાઓ પણ છે જેમ કે,ઘણાનું માનવું છે ટીથ વાઈટ કરાવવાથી દાંત તૂટી જાય છે કે દાંત કવે છે એ ખોટું છે.દર છ મહિને દાંત સાફ કરાવતા હોય તમારું એનેમલ હેલ્ધી રહશે.અન્ય કાંઈ ફરિયાદ આવતી નથી.
ટીથ વાઇટિંગ ઇન્જેક્શન વગરની પ્રોસિજર,કોઈ સાઇડ ઇફેક્ટ નહિ: ડો.માધવી બારાય
અવધેસ ડેન્ટલ સ્ટુડિયોના કોસ્મેટિક ડેન્ટિસ્ટ ફોરેન્સિક ઓડોન્ટોલોજીસ્ટ ડો.માધવી બારાયે જણાવ્યું કે, તમારું એનિમલ કઈ રીતે ડેમેજ થયું છે. જેમ કે અકસ્માતથી તો તેમાં દાંત સફેદ થઈ શકે નહીં.ફ્લોરોસીસ બીમારી વાળી વ્યક્તિમાં પણ દાંત સફેદની પ્રક્રિયા ન થઈ શકે.દાંત સફેદની ટ્રીટમેન્ટ ત્રણ પ્રકારથી થાય છે.કેમિકલી એક્ટિવેટેડ,મિકેનિકલી એક્ટિવેટેડ અને લાઈટ એક્ટીવેટેડ, લાઈટ એક્ટીવેટેડમાં અમારા દ્વારા નિદાન કર્યા બાદ જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.આ ત્રણે ટ્રીટમેન્ટમાં માત્ર 30 મિનિટનો સમય લાગે છે.દર 15 મિનિટે ટ્રીટમેન્ટમાં કામ કરવાનું રહેતું હોય છે.આ બે સાયકલ વચ્ચે શ્રેષ્ઠ પરિણામ મળે છે.આ પ્રોસિજરમાં કશો દુખાવો થતો નથી ઇન્જેક્શન વગરની પ્રોસિજર છે.અન્ય કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. જમવાની પરિજીત પાડવાની રહેતી નથી ઇન્સ્ટન્ટ રીઝલ્ટ મળે છે.રૂપિયા 8 થી 10 હજારના ખર્ચથી ટ્રીટમેન્ટની શરૂઆત થાય છે.ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ 9 થી 10 મહિના સહેજ અસર વર્તાય છે.