એલ.સી.બી.એ. દરોડો પાડી 7164 લીટર બાયોડીઝલ ટ્રક, ટાંકા મળી રૂ.11.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટ – પોરબંદર ધોરી માર્ગ પર આવેલા સાંઢળા ગામ નજીક બંસીધરએન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ગેરકાયદે બાયોડીઝલના વેંચાણ પર એલ.સી.બી. એ દરોડો પાડી રૂ. 5.37 લાખની કિંમતનો 7164 લીટર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી બે શખ્સોની ધરપકડ કરી બાયો ડિઝલ, ફયુલ પંપ, ભુગર્ભ ટાંકો અને ટ્રક મળી રૂા. 11.47 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ધમધમતા બાયો ડિઝલના વેચાણને કડક હાથે ડામી દેવા એસ.પી. જયપાલસિંહ રાઠૌટે આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના પી.આઇ. વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
ઉપલેટા નજીક સાંઢળા ગામે પાસે બંસીધર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ગેરકાયદે વેચાણ થતું હોવાની પી.એસ.આઇ. ડી.જી. બડવા અને એચ.સી. ગોહિલ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન રૂ. 5.37 લાખની કિંમતનો 7164 લીટર બાયોડિઝલ અને ટ્રકના ચાલક હરેશ જેઠુસરભાઇ ચાવડા અને રામહમીર ભાટુ ની ધરપકડ કરી ટ્રક, બાયોડીઝલ, ભુર્ગભ ટાંકો, અને મોબાઇલ મળી રૂ. 11.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ચા દિવસ પૂર્વે ધોરાજી પાસેથી બાયો ડિઝલના ધમધમતા વેંચાણ પર એલ.સી.બી. એ દરોડા પાડી પ હજાર બાયો ડિઝલ મળી રૂ. રપ લાખનો મુદામાલ કબ્જે કર્યા બાદ ઉપલેટા નજીક એલ.સી.બી.એ. દરોડા પાડયા બાદ બાયોડિઝલના વેચાણ કર્તા શખ્સોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.