ગ્રાહકના સિલિન્ડરમાંથી ગેસનો ઉપયોગ રીક્ષામાં થતો હોવાનો વિડીયો વાયરલ
અમરેલી શહેરમાં ઇન્ડિયન ગેસ ના ડિલિવરી કરતા રિક્ષાવાળાઓ થી ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે અમરેલી શહેરમાં અલગ અલગ જગ્યાએ ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા માણસો હવે ડાયરેક્ટ ગ્રાહકોના સિલિન્ડર માં પોતાની એલ પી જી રિક્ષાનું કનેક્શન આપી આખો દિવસ રિક્ષા ચલાવે છે
ગ્રાહકો પાસેથી જે ખાલી સિલિન્ડર આવે છે તેમાં રીફિલિંગ કરી ગેસ ભરીલે છે અને આખો દિવસ ગ્રાહકોના પૈસે રિક્ષા ચલાવે છે ત્યારે એવીજ રીતે એક ગેસ સિલિન્ડર ડિલિવરી કરતો માણસ મીડિયાના કેમેરામાં ઝડપાઈ ગયો હતો વિડિયો ઉતરતાની સાથેજ સિલિન્ડર માંથી રેગ્યુલેટર કાઢી નાખ્યું હતું ડ્રાઈવિંગ સાઈટ પાસે બોડીમાં હોલ પાડી ને ગેસની નળી પાછળ કાઢીને સિલિન્ડર પાસે નીચે પડેલી જોવા મળેછે આના વિશે જવાબદાર બિલખીયા ગેસ એજન્સીના માલિક અસલમભાઈ ને આં બાબત ની જાણ કરતા એકશન લઈ માણસને નોકરી પરથી કાઢી નાખ્યાં નુ જણાવ્યું હતું પરંતુ આ તૂતક કેટલા દિવસોથી ચાલતું હશે ? કેટલા ગ્રાહકો લૂંટાયા હશે તેવા સવાલો ઉભા થયા છે.