માત્ર 3 થી 4 ઈંચ નાનુ પક્ષી એક સેક્ધડમાં ચાંચ વડે 20 વખત ટોચા મારે છે: વિશ્વમાં લગભગ 180 પ્રજાતિના લકકડ ખોદ જોવા મળે છે: તે અન્ય પક્ષીની જેમ ગીત ગાતું નથી, પણ ચાંચ પછાડીને સંગીત પેદા કરે છે
તેની ચાર ઈંચ જેટલી લાંબી જીભ વૃક્ષમાં પાડેલ છીદ્રોમાંથી જીવાતનો શિકાર કરે છે: આ પક્ષી કયારેક તો તેની જીભ પાઘડીની જેમ માથા પર વિંટાળી દે છે: તે બીજા પક્ષીની જેમ પાંખ ફેલાવી ઉડી શકતા નથી, પ્રારંભે બે-ત્રણ વખત પાંખો ફફડાવી શરીર
ઉંચકાય પછી પાંખો શરીર સાથે જકડીને ડાઈવ મારતું હોય તેમ ગતી કરે છે, માટે તેની ઉડાન હંમેશા ટૂંકી હોય છે
તેને અંગ્રેજીમાં વુડપીકર કહેવાય છે, તેનો સમાવેશ પિસિફોર્મિસ શ્રેણીના પિશિ ડે કુપામાં કરવામાં આવે છે: દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં આ પક્ષી વસવાટ કરે છે: આ પક્ષી હંમેશા જોડીમાં રહેવાનું પસંદ કરે છે
દુનિયાભરમાં અવનવા રંગ-બેરંગી પંખીઓ છે જેમાં કેટલાક નાના તો કેટલાક મોટા હોય છે. અજબ ગજબના અવાજો ધરાવતા પંખીઓમાં કેટલાક માણસ સાથે હળી મળીને પણ રહે છે. ઘણા પક્ષીઓ બહુજ બુધ્ધિ શાળી પણ હોય છે. કુદરતે તેની સ્ટાઈલ કે રહેણી કરણી મુજબ શરીર રચના પણ આપી છે. નાની મોટી ચાંચ, પુછડી કેપાંખ દ્વારા તેની ઓળખ થઈ શકે છે. અમુક પંખીઓ તો કલર પણ ફેરવી શકે છે.
આવું જ એક પંખી એટલે લકકડ ખોદ જેને અંગ્રેજીમાં વુડપ્રેક કે વુડપીકર પણ કહેવાય છે. અનોખુ પંખી લાકડાતાડ તું હોવાથી તેનું નામ લકકડખોદ પડયું કે. સખત લાકડામાં ચાંચ મારીને હોલ કરી નાખે છે. ઝાડવામાં બાકોરા પાડવામાં આ પંખી ઉસ્તાદ છે. માત્ર 3 થી 4 ઈંચ લાંબુ અને નાનકડું પંખી એક સેક્ધડમાં પોતાની ચાંચ 20 વખત લાકડા ઉપર પછાડીને ટોચા મારે છે. આ પ્રક્રિયા સતત કર્યા બાદ તે વૃક્ષના થડમાં હોલ કરે છે. જેમાં તે માળો બાંધે છે.
વિશ્ર્વમાં લકકડખોદની અલગ અલગ પ્રજાતિનાં કુલ 180 જાતિના જોવા મળે છે. તેની જીભ 3 થી4 ઈંચ ની લાંબી હોવાથી ઝાડમાં ટોચા મારી ને છિદ્રો કર્યા બાદ અંદર જીભનાંખીને તેમાંથી જીવાતનો ખોરાક ખાય છે. ઘણીવાર તો પોતાની જીભ પાઘડીની જેમ માથા પર વિંટાળી દે છે. કુદરતે તેમને આવડી મોટી જીભ જીવજંતુના શિકાર માટે સરળતા રહે એટલા માટે આપી છે. લકકડખોદના પગ પણ ખૂબજ મજબુત હોય છે. એક જગ્યાએ લાંબો સમય બેસવાનું હોવાથી મજબૂત પગ સાથે અણીદાર નખ વાળા બે અંગુઠા જે ઝાડના સ્થળમાં ખુંચી જવાને કારણે તેને મજબુત પકકડ આપે છે.
આ પંખીની વિશેષતામાં તે અન્ય પંખીની જેમ ગીત ગાઈ શકતુ નથી પણ લાકડા ઉપર પોતાની ચાંચ પછાડીને લયબ્ધ સંગીત પેદા કરીને સાથી મીત્રને સંદેશ આપે છે. તેની ચાંચ થોડી લાંબી અણીદાર અને મજબુત હોય છે. ચાંચના માધ્યમથી લાકડામાં હોલ તે સરળતાથી કરી શકે છે.બીજા પંકીની જેમ પાંખ ફેલાવીને ઉડી શકતા નથી. શરૂઆતમાં બેત્રણ વાર પાંખ ફફડાવી ને શરીર ઉચકયા બાદ પાંખો શરીર સાથે જકડીને ડાઈવ મારે છે, જેને કારણે ગતી મળે છે. જોકે લકકડ ખોદની ઉડાન ટુંકી હોય છે.
ઓસ્ટ્રેલીયા, ન્યુગિની, ન્યુઝીલેન્ડ, માડાગાસ્કર અને ધ્રુલીય વિસ્તારો સાથે વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં લકકડખોદ જોવા મળે છે. સાઈઝ, કલર સાથે થોડાનાના મોટા કદમાં તે અલગ અલગ દેશોમાં તેની પ્રજાતી માટે સાથે જોવા મળે છે.લકકડખોદની મોટાભાગની પ્રજાતિઓ જંગલનાં વિસ્તારોમાં વધુ જેવા મળે છે. જોકે આ પૈકી કેટલીક પ્રજાતિઓ વૃક્ષ વગરના વિસ્તારોમાં પણ જોવા મળે છે.ખડકાળ ટેકરીઓ, રણમાં પણ ઘણા લકકડખોદ પોતાનું જીવન જીવી રહ્યા છે. આ પંખી તેની ઘણી લાક્ષણીકતા અને વર્તનને કારણે ખૂબજ જાણીતા બન્યા છે. પોતાની ચાંચ વડે ડ્રમ વગાડીને સાથીઓ સાથે વાત ચીત પણ કરે છે.ઘણીવાર માણસોનામકાનોમાં પણ હેવાયા થઈ જાય તો મકાનોમાં છીદ્રો પાડી દે છે.
પિસીડે પરિવાર જુથમાં લકકડખોદની 35 જાતીઓ ગોઠવાયેલી છે.જેમાં 240થી વધુ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તેમની 20 જેટલી પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. વુડપેકર્સની લંબાઈ 7.5 સે.મી. (3 ઈંચ) અને વજન 8.9 ગ્રામ હોય છે. કેટલાક મોટા લકકડખોદની લંબાઈ 50 સે.મી. (20 ઈંચ) જેટલા હોય છે. તે ઝાડના થડ ઉપર ઉભી રીતે ચાલી શકે છે.
જે તેને ખોરાક માટે મદદરૂપ થઈ શકે છે. અમેરિકામાં કાળા પીઠવાળા લકકડખોદ જોવા મળે છે. પુરેશિયામાં ત્રણ અંગુઠાવાળા લકકડખોદ પણ જોવા મળે છે. તેમની પુછડી સખત હોય છે. જેને કારણે પક્ષી વૃક્ષની ઉભી સપાટીએ ઉભુ રહે ત્યારે પુંછડી અને પગ તેને ટેકો આપવા એક સાથે કામ કરે છે.
તેની મજબુત ચાંચ ડ્રિલિંગ મશીન જેવું કામકાજ કરે છે. તેમની ચાંચના ત્રણ સ્તર ંહોય છે. જીભનું હાડકુ પણ ખૂબ લાંબુ હોય છે. ખાસ પોલાદરને કારણે ખોપરી આસપાસ પવન ફૂંકાય છે. જેનાથી તેના મગજને રાહત મળે છે. તેની શરીર રચના અને ચાંચ યાંત્રિક રચના પ્રહાર કરવામાં પણ મદદરૂપ થાય છે. તેમની જીભ લાંબી, ચિકણી અને બરછટ હોય છે. તે જીભનો શિકાર માટે ભાલાની જેમ ઉપયોગ કરે છે,શિકારની આસપાસ લપેટાય જાય છે. મોટાભાગના લકકડખોદ બેઠાડુ હોય છે. ઠંડી ઋતુઓમાં ટેકરી ઉપરથી નિચાળવાળા વિસ્તારમાં સ્થળાંતર કરે છે.તેમનો મુખ્ય ખોરાક છાલની નીચે અને લાકડામાં રહેલા જંતુઓ છે.
ખિસકોલી કરતા પણ વધુ ઝડપથી ઝાડ પર દોડાદોડી !
સૌથી અલગ તરી આવતું આ લકકડ ખોદ પક્ષી વૃક્ષ પર ખિસકોલી કરતા પણ વધુ ઝડપથી દોડાદોડી કરી શકે છે.તેની જીભ ચિકાસવાળી હોવાથી નાના મોટાજીવડા પકડવામાં સરળતા રહે છે.તે ગુસ્સે થાય ત્યારે ચી…રી…રી…રી જેવો અવાજ કરે છે, તેનો માળો ખુબજ ચોખ્ખો હોય છે.આ પક્ષીને નાના-મોટાજીવડા ઉપરાંત લીલા પાંદડા ઉપરાંત કેટલાક ફળો પણ બહુ ભાવે છે. તેના શરીરમાંથી ફોર્મિગ એસિડની ગંધ આવે છે. મકોડાના માળાના પોલાણમાં તે પોતાનો માળો બાંધે છે.