પૂ. બાપુની રામકથામાં બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકરજી હાજરી આપવી હિન્દુ ધર્મ માટે ઐતિહાસિક ક્ષણ

મોરારિબાપુ સમગ્ર વિશ્વમાં હિન્દુત્વના બ્રાન્ડ નેમ તરીકે હવે ઓળખ સ્થાપિત કરી ચૂક્યાં છે. જો કે આ અગાઉ પણ તેમણે કરેલાં હિન્દુત્વ માટેના વૈશ્વિક પ્રસાર -પ્રચાર તથા કાર્યોની વૈશ્વિક ફલક ઉપર નોંધ લેવાઈ છે.પરંતુ 15 મી ઓગસ્ટના રોજ લડંનની અને વિશ્વની ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ગવાઈ રહેલી “માનસ વિશ્વવિદ્યાલય “રામકથામાં  બ્રિટિશ વડાપ્રધાન શ્રી ઋષિ સુનકજીએ હાજરી આપી.તેઓએ વ્યાસપીઠના દર્શન અને કરીને પોતાના અભિવાદન પ્રતિભાવ સંબોધનમાં જે વાતો કરી તેનાથી એક વાત સિદ્ધ થઈ કે પુ. મોરારિબાપુનું કાર્ય હવે હિન્દુ ધર્મને સાંપ્રત સમયમાં વ્યાખ્યાયિત કરવાં માટે અને જન જન સુધી પહોંચાડવા માટેનું આંદોલન બની ગયું છે જે સૌ કોઈ હિન્દુ તથા ભારતીય માટે ગૌરવરુપ છે.રામકથા કે રામસ્મરણ સૌ કોઈને હિંદુ ધર્મની   સમજ,જ્ઞાનને વધું વેગવંતુ બનાવે છે.સમગ્ર દુનિયામાં વિવિધ ધર્મોની ચર્ચા થાય છે અને તેનો સ્વીકાર થાય છે ત્યારે સનાતન હિંદુ ધર્મ, ખ્રિસ્તી, બૌદ્ધ અને ઈસ્લામ ધર્મએ બધાના ક્રમમાં તે ઘણો બધો પાછળ દેખાય. પરંતુ વસ્તીની દ્રષ્ટિએ ન જોતાં વિસ્તારની દ્રષ્ટિએ તેનું મુલ્યાંકન કંઈક અંશે વૈશ્વિક રીતે ઓછું હોય તે સ્વાભાવિક છે.

પરંતુ જે રીતે સમગ્ર દુનિયામાં ભારતની આર્થિક નીતિ, નેતૃત્વ અને બીજી કેટલીક બાબતોમાં તે અગ્રેસર છે એ રીતે હવે આધ્યાત્મિક જગતમાં પણ તેનો સ્વીકાર થયો છે તે 15 મી ઓગસ્ટની ઘટનાના ઈંગ્લેન્ડના વડાપ્રધાન સુનકજીના પ્રાસંગિક પછી સિધ્ધ થયું.પુ.મોરારિબાપુએ ભારતના આધ્યાત્મિક જગતના વડા તરીકે માત્ર કથાવાચક નહીં પરંતુ અધ્યાત્મ્યની સાર્વત્રિક અને ઊંડી સમજ ધરાવનાર  તરીકે છબી સ્થાપિત કરી છે.વડાપ્રધાન ઋષિજીએ સૌને “જય સીયારામ”નો જયઘોષ કર્યો.તેમણે પોતાની વાતમાં કહ્યું કે પોતે હિન્દુ ધર્મમાં આજે પણ આસ્થા ધરાવે છે.પોતે એક હિન્દુ ધર્મના વ્યક્તિ તરીકે આ કથામાં આવ્યાં છે.બાળપણમાં તેઓ તેમના પરિવારજનો ભાઈ- બહેન વગેરે સાથે કથા, પૂજા વગેરે પણ કરતાં હતાં.એટલું જ નહીં આજે પણ જે રીતે મોરારિબાપુની પાછળ જે રીતે સુવર્ણ હનુમાનજી છે એ જ રીતે પોતાના મેજ ઉપર પણ સુવર્ણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત છે તેવો ઉલ્લેખ પણ કર્યો.તેમણે તે સંદર્ભની વિગતો પણ કહીને બાપુની સત્ય, પ્રેમ અને કરુણાની ગંગધારાને આવકારી હતી.

ભારતની હિન્દી, ગુજરાતી સહિતની ચેનલોએ આ ઘટનાને સાર્વત્રિક રીતે લીધી એટલું જ નહીં પ્રકાશન માધ્યમોમાં પણ તેમનો ખાસ્સો પ્રચાર- પ્રભાવ જોવા મળ્યો. તે બતાવે છે કે અમેરિકામાં જઈને શિકાગોનું વિવેકાનંદજીનું પ્રવચન હોય કે પછી ગાંધીજીનું ઈંગ્લેન્ડમાં હિન્દુ ધર્મ માટે પક્ષપાતિ વલણ હોય અને આખરે મોરારિબાપુ જે રીતે રામચરિત માનસનો ગ્રંથ લઈને સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મના સાર્વત્રિક સ્વીકારનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.તેથી હવે બાપુને હિન્દુ ધર્મનું બ્રાન્ડ નેમ ગણવું રહ્યું.તેનું અનુમોદન સુનકજીએ પરોક્ષ રીતે આપ્યું ગણાય.કદાચ કોઈ એમ કહે કે ઋષિ સુનકજી મૂળ ભારતીય છે તેથી કદાચ તેઓએ એ વાતને સમર્થિત કરી હોય પણ એવું નથી જેમની પાસે આ હિન્દુ ધર્મનુ જ્ઞાન પરિભાષિત થઈને સુંદઢ રીતે પહોંચ્યું હોય તે સૌ કોઈ સાર્વત્રિક હિંદુત્વનો કે જ્યાં દયા, કરુણા, અનુકંપા, પ્રેમ અને સદભાવનો મહામંત્ર સદાય ગુંજે છે તેનો સ્વીકાર જરૂર થયો હોય જ!

હિન્દુત્વ અમર રહેશે.હિન્દુત્વ આકાશી રહેશે.મને એ વાતનો સ્વીકાર કરતાં જરાય આપતી નથી કે સાંપ્રત યુગમાં મોરારિબાપુ હિન્દુ ધર્મના બ્રાન્ડ નેમ બનીને ઉભરી આવ્યાં છે. સમયે સમયે આવી વિભૂતિ અવતારિત થતી રહે અને હિન્દુત્વની જ્યોતને વધું પ્રજ્વલિત કરવા મથામણ કરતી રહે! હિન્દુત્વ કી જય હો!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.