કાચી સામગ્રીના ભાવમાં નજીવો વધારો ફરાળી આઇટમો કરશે મોંઘી

પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ સાથે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે.ત્યારે શ્રાવણ મહિના ઉપયોગી એવા ફળો અને ફરાળી આઇટમોમાં ગત વર્ષ કરતા 15 થી 20 ટકા જેટલો જંગી વધારો થયો છે. આથી સામાન્ય પરિવારોમાં હવે તહેવારની ઉજવણી મોંઘી અને ફિક્કી બની છે.

શિવિભક્ત આરાધનાના શ્રાવણ મહિનાના દિવસોમાં ઉપવાસને અનુરૂપ મિઠાઇની દુકાનો અને ફાસ્ટફુડ સ્ટોલો પર ફરાળી અવનવા ફરસાણ, વાનગીના મેનું ઉપવાસીઓને આકર્ષી રહ્યાં છે. ત્યારે ચીજવસ્તુના ભાવ એક વખત વધ્યા પછી ઘટવાનું નામ લેતા નથી ત્યારે મધ્યમવર્ગના પરિવારમાં હવે એકાસણા, ઉપવાસમાં ફરાળ કરવો પણ મુશ્કેલ બન્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસી લોકો એકાટાણુ ફરાળ કરતા હોય છે. જેમાં ફળો ઉપરાંત ખજૂર, સુકામેવા, સરબતો વગેરેનો મોટા પ્રમાણમાં ઉપવાસી લોકો ઉપયોગ કરે છે. આ તમામ વસ્તુના ભાવમાં પણ 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો થતા હવે મોંઘવારીમાં ઘરના બજેટને ધ્યાને રાખીને ઉપવાસ કરવા પડે તેવુ નિમોણ થયું છે. ઘણા લોકો શ્રાવણ માસમાં માત્ર સોમવારનો ઉપવાસ કરે છે. આ તકનો લાભ લઇ સોમવારે શાક માર્કેટ બહાર ઉભા રહેતા ફળ-ફળાદીની લારીમાં જેવો ગ્રાહક તેવો ભાવ જોવા મળે છે. શ્રાવણ માસના સોમવારે કેળાના ભાવ બમણા થઇ જાય છે. ફળ અને શાકભાજીના ભાવ  માં ભારે ઉછાળો આવિયો છે

ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ 85થી 90 રૂપિયા, રાજગરા લોટના 190થી 200 રૂપિયા, સિંગદાણા 150 રૂપિયા, સામો 110 રૂપિયા અને  ફરાળી વેફરના 280 ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલાના ભાવમાં વધારો થયો છે

એટલે શ્રાવણ મહિના ના ઉપવાસ ભારે  મોંઘા પડશે.આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં 40ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થાય તેવી શક્યતા છે.ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ માસમાં વ્રત કરવાથી વ્રત કરનાર દરેક વ્યક્તિના દુખ, તેમજ પરેશાની દુર થઇ જાય છે.મહિનામાં ભગવાન શિવજી ને પ્રસન્ન કરવા તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રાવણ મહિનામાં એકટાણા કરવામાં આવે છે. વેફર્સ, ફરાળી, પેટીશ અને ફરાળી ચેવડાના રો મટીરીયલ્સમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. ત્યારે આગામી સમયમાં રો મટીરીયલ્સના ભાવ વધશે તો તૈયાર વાનગીઓમાં ભાવમાં પણ વધારો થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.