11 મહિના બાદ બુમરાહનું કમબેક: ટીમના સુકાનીની જવાબદારી સોંપાઈ
ભારતીય ટીમ આઆજથી આયર્લેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની ટી20 શ્રેણી રમશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ પ્રવાસમાં ભારતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બુમરાહ ઈજામાંથી સાજા થયા બાદ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. તે જ સમયે, આ પ્રવાસ પર ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી, પરંતુ ટીમે આયર્લેન્ડ વિરુદ્ધ ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને તક આપી ન હતી.
આ વખતે ભારતે આયર્લેન્ડ સામેની 3 મેચની ટી20 શ્રેણીમાં દીપક હુડાને તક આપી નથી. દીપક 2022માં આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા છે. 11 મહિના બાદ બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરી રહ્યો છે. ત્યારે તેમની જવાબદારી જસપ્રિત બુમરાહ ઉપર સોંપવામાં આવી છે અને સુકાની તરીકે તે ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમશે. જસપ્રિત આ સિરીઝમાં કરી એશિયા ગેમ્સ માટે પોતાને સ્વસ્થ બનાવશે. આ સિરીઝમાં બુમરાહ અને મુકેશ શર્મા ઉપર દરેકની નજર રહેશે.
આયર્લેન્ડ સામે ભારતની ટી-20 ટીમ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંઘ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ક્રિષ્ના, વિખ્યાત અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.