ભાજપના ત્રણ મહિલા અગ્રણીઓનું નિવેદન
, જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારી માટી મારો દેશ ના કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા અગ્રણીઓ વચ્ચેના સંવાદ મામલે દિવસ ભર અનેકવિધિ ચર્ચાઓ થયા પછી આખરે રાત્રિના સમયે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, અને ભાજપ એક શિષ્તબદ્ધ પાર્ટી છે, અને મોટો પરિવાર છે. માત્ર મિસ અંડરસ્ટેન્ડિંગ અને કવિક રિએક્શન એટલું જ માત્ર કારણ હોઈ શકે.
ભાજપ પ્રદેશ પ્રમુખ ની સાથે ચર્ચા કર્યા પછી મીડિયા સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે આટલા મોટા પરિવારમાં નાની મોટી વાતો થતી રહે, નગરના મેયર બીનાબેન મારા મોટા બહેન છે, અને ધારાસભ્ય રીવાબા મારા નાના બહેન છે. નજીકના ભવિષ્યમાં સમગ્ર ભાજપ પરિવાર અન્ય કાર્યક્રમમાં એક સાથે જોવા મળી શકે છે, તેમ પણ જણાવ્યું હતું.
તળાવની પાળે યોજાયેલા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ત્રણેય વચ્ચે માત્ર અડધોમિનિટ ના સમયગાળા દરમિયાન થયેલી વાતચીતના સંદર્ભમાં સાંસદ પૂનમબેન દ્વારા ખુલાસો કરતાં જણાવાયું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ મોટો પરિવાર છે, અને જાહેર કાર્યક્રમો દરમિયાન ક્યારેક આવી ચર્ચાઓ થતી રહે છે
ગઈકાલના કાર્યક્રમ દરમિયાન પણ માત્ર અડધી મિનિટના સંવાદમાં માત્ર કવિક રીએક્શનની પ્રક્રિયા એક માત્ર કારણ હોઈ શકે છે. અન્યથા પાર્ટીમાં કોઈ મનમોટાવ નથી.
મેયર બીનાબેન મારાથી મોટી ઉંમરના છે, અને મારા મોટા બહેન છે તે જ રીતે રિવાબા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને તે મારા નાના બહેન છે. અમારે અન્ય કોઈ પણ મનમોટાવ નથી અને પાર્ટી ની ગાઈડલાઈન મુજબ નજીકના ભવિષ્યમાં ફરીથી તમામ ભાજપના કાર્યકર્તાઓ એક સાથે આગામી કાર્યક્રમોમાં જોવા મળી શકે છે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
મેયર મીનાબેન કોઠારી ની માફી માંગી હોવાના સંદર્ભ માં તેમણે જણાવ્યું હતું, કે મેયર બીનાબેન મારાથી મોટાબહેન છે, અને એમને માફી માંગવી પણ જોઈએ, અને સોરી શબ્દ પ્રયોગ કર્યો હોવાનું પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
જે સ્થળે સંવાદ થઈ રહ્યો છે, તે સ્થળ પરથી આપણે શિફ્ટ થઈ જવું જોઈએ. સોરી આ સ્થળે હું વાત કરવા સહમત નથી, તે સંદર્ભમાં રીવાબા જાડેજા સાથે ‘સોરી’ નો શબ્દ પ્રયોગ કર્યો હતો.