યુવાહૃદય સમ્રાટ આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને વર્તમાન રાહબર રાજ પ્રતિબોધક શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા ની 350 થી વધુ શાખાઓ ભારતભર અને વિદેશમાં કાર્યરત છે. દિવસે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયાની રાજકોટ શાખા દ્વારા “માં “એક્ટિવિટી અનુસંધાને ઈમરજન્સી સેવામાં સતત કાર્યરત રહેતા એમ્બ્યુલન્સ 108 ના કર્મચારીઓનો સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેના અનુસંધાને રાજકોટ સિટીના ઇન્ચાર્જ શ્રી અક્ષય ભાઈ પંચાલ અને રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ જયસિંહભાઈ ઝાલા અને તેની સમગ્ર ટીમ કે જેઓ દિવસ રાત જોયા વગર સતત 24/7 લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે, તેમને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાનું સન્માન સર્ટિફિકેટ આપી અને મોઢું મીઠું કરાવી તેમના કાર્યની નોંધ લેવામાં આવી. આ કાર્યમાં વિરેન્દ્રભાઈ સંઘવી, કમલભાઈ શાહ ,વીતરાગભાઈ શાહ, હિમાંશુભાઈ ,પ્રિયાંશભાઈ શાહ વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.