સંશોધિત કાર્યની સાથે, વિભાગીય અભ્યાસક્રમો, શિક્ષકોનો મોનિટરિંગ પાવર, શિક્ષણમાં ઊન્નતિ, અભિવૃદ્વિ માટેની પ્રક્રિયા અને તાલીમની ટેકનીકો સહિતના વિષય પર ટ્રેનીંગ મેળવતા શિક્ષકો: શિક્ષણવિદ્ ગુલાબભાઇ જાનીએ પ્રેરણાદાયી સંબોધન આપ્યું
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા આયોજિત ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત રવીન્દ્રનાથ ટાગોર ગ્રુપનાં સેક્ધડરી તથા હાયર સેક્ધડરીના 233 શિક્ષકો માટે ચોથા તબક્કાનો ટ્રેનિંગ પ્રોગ્રામ તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો થયો હતો. આ ટ્રેનિગ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાણીતા શિક્ષણવિદ્ અને કેવણીકાર ગુલાબભાઈ જાની દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુલાબભાઈ જાનીનું સન્માન મંડળના પ્રમુખ ડી. વી. મહેતા દ્વારા પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુલાબભાઈ જાની દ્વારા શિક્ષકોને ખૂબ જ પ્રેરણાદાયી ઉદબોધન કરવામાં આવ્યુ હતું. તેમણે દરેક શિક્ષકો અને આચાર્યને તેમની જવાબદારી વિશે ખાસ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણું કાર્ય વિદ્યાર્થીને સારો માણસ બનાવવો, સારો નાગરિક બનાવવો સારો ભાવક બનાવવો અને સારો સર્જક બનાવવાનો છે અને આ માટે આપણે વિદ્યાર્થીઓને આવકારીશું, ઘડીશું, બરાબર ભણાવીશું, નૈતિક મૂલ્યો શીખવીશું, તથા વિદ્યાર્થીની આંતરિક વાસ્તવિક શક્તિનો પરિચય કરાવીશું. તેમના વક્તવ્યથી શિક્ષકો ખુબ જ પ્રેરિત થયા હતાં. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં, શિક્ષકોને અનેક મહત્વપૂર્ણ વિષયો અને શૈક્ષણિક નવીનતાઓથી અપડેટ રહેવા જણાવવામાં આવ્યું. ટ્રેનિગ કાર્યક્રમમાં સંશોધિત કાર્યની સાથે, વિભાગીય અભ્યાસક્રમો, શિક્ષકોનો મોનિટરિંગ પાવર, શિક્ષણમાં ઉન્નતિ, અભિવૃદ્ધિ માટેની પ્રક્રિયાઓ, તાલીમની ટેકનીકો, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનાં સંબંધો વગેરે વિષયો પર તાલીમ આપવામાં આવી હતી અને તે મુજબ શાળામાં અભ્યાસની પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.
હંમેશા કઈક નાવીન્યસભર અને ક્રાંતીકારી પગલાઓ લેવા તત્પર રહેતા મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી કાર્યની વિગત આપી હતી. ટીચર્સને ટ્રેનિંગ લીધા પછી અમલમાં મૂકવા પણ જણાવ્યું હતું અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યાં હતા. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં રવીન્દ્રનાથ ટાગોર ગ્રુપના 233 શિક્ષકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ટ્રેનર પરેશભાઈ ભટ્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. શિક્ષકોએ પણ ઉત્સાહ પૂર્વક ટ્રેનિંગ લીધી હતી.
આ ટીચર્સ ટ્રેનિંગના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ ડી. વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ સુધીપભાઇ મહેતા, શ્રીકાંતભાઈ તન્ના, કાલાવડ ઝોનના મંત્રી જીતુભાઇ મકવાણા અને ઉપપ્રમુખ અજયભાઈ રાજાણી, ગાંધીગ્રામ ઝોનના પ્રમુખ અતુલભાઈ ઠકરાર અને ઉપપ્રમુખ રાણાભાઇ ગોઝિયા, જામનગર રોડ ઝોનના પ્રમુખ કેતનભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ વિનયભાઈ લોખિલ, પડધરી ઝોન ઉપપ્રમુખ કુલદીપભાઈ મકાણી, પડધરી ઝોનના કુલદીપભાઈ મકાણી, કોઠારીયા રોડ ઝોન ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગોંડલીયા અને શૈલેષભાઈ ભંડેરી, નાકાણી, વિરેન્દ્રભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા તથા કારોબારી સમિતીનાં સભ્યો દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.