છેલ્લા ઘણા વષોથી લેગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલીત મણીયાર પુસ્તકાલયમાં વાંચન માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી

ગઇકાલે વર્લ્ડ લાઇબ્રેરી ડે તે અંતર્ગત લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલીત અરવિંદભાઇ મણીયાર પુસ્તાલયની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે લોકો લાઇબ્રેરીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા જોવા મળ્યા હતા. ત્યારે અબતકની ખાસ મુલાકાત દરમિયાન ત્યાંના લાઇબ્રેરીયન દ્વારા જણાવવામાં આવ્યું કે પુસ્તકોનું મહત્વ આપતા બધા માટે ખુબ જ મહત્વનું છે. આજે પણ લાઇબ્રેરીનો ઉપયોગ લોકો કરતાં જ હોય છે. લાઇબ્રેરીમાં આવનારા લોકોની સંખ્યા આજે પણ વધુ પ્રમાણ જોવા મળે છે. નાની ઉમરથી લઇને મોટી મોટી ઉમરના વૃઘ્ધો પણ આજે લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે.સી.એ. ના વિઘાર્થી મોના કકકડએ જણાવ્યું કે તે છેલ્લા ર મહીનાથી લાઇબ્રેરીમાં આવે છે. અને આ લાઇબ્રેરીમાં કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. અને બધા જ પ્રકારના પુસ્તકો વાંચવા માટે મળી રહે છે.રોટરી મિટડાઉનની મુલાકાત દરમિયાન ત્યાં આવેલ ડિમ્પલ સાવલીયા એ અબતકની ખાસ મુલાકાત દરયિમાન જણાવ્યું હતું કે વર્લ્ડ લાઇબ્રેરી ડે સાથે ગઇકાલે ચિલ્ડ્રન ડે પણ હતો. તેથી તે તેના બાળકને ચિલ્ડ્રન ડે નીમીતે સ્વરુપે આજે રોટરી મીટ ડાઉનની મેમ્બરશીપ લેવા આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે આજે પુસ્તકોનું મહત્વ દિવસને દિવસે ઘટતું જાય છે. તેથી તે તેના બાળકને પુસ્તકો વાંચવામાં રસ વધે તે માટે જ મેમ્બરશીપ લેવા આવ્યા હતા.વધુમા આત્મીય કોલેજમાં આવેલ લાઇબ્રેરી જેમાં વિઘાર્થીઓના અભ્યાસ અનુરુપ પુસ્તકો રાખવામાં આવેલ છે. અને બીજા ઘણા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અબતક સાથેની વાતચીતમાં ત્યાંના એક વિઘાર્થી જસ્મીન ગુલેટા એ જણાવ્યું કે અભ્યાસ સિવાયની ઘણી બધી પુસ્તકો વાંચે છે. અને આ લાઇબ્રેરીમાં ત્યાંનો સ્ટાફ તેમની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે.બીજા એક વિઘાર્થી મેહુલ પંડયા જે મીકેનીકલ એન્જીનીયર માં અભ્યાસ કરે છે અને તે લાઇબ્રેરીનો રેગ્યુલર ઉપયોગ કરે છે અને તે લાઇબ્રેરીમાં અભ્યાસ સંબંધી પુસ્તકો સાથે નવા નવા વિષયો પરના પુસ્તકો વાંચે છે તેમને કહ્યું કે ટેકનોલોજી ઘણું સહેલું થયું છે. પરંતુ બુક વાંચવાથી સંપૂર્ણ માહીતી જાણી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.