ટી.વી. સીરીયલ્સ માત્ર તેનાં ફેમીલી ડ્રામા અને ટ્વીસ્ટનાં કારણે જ લોકપ્રિય નથી બનતી પરંતુ તેમાં ઉપયોગમાં લેવાયેલા વસ્ત્ર પરિધાન, જ્વેલરી, જેવા પણ મહત્તમ સ્ત્રીઓ આ ટીવી સીરીયલ્સ જોતી હોય છે અને દરેક કોસ્ચ્યુમ, જ્વેલરી એક ટ્રેન્ડ બનાવે છે આ ઉપરાંત ફેશન જગતમાં પણ નવા વણાંકો લાવે છે. ત્યારે પ્રશ્ન એ વાતનો છે કે સીરીયલ પૂરી થાય છે અથવા તો નવો ટ્રેન્ડ આવે છે ત્યારે બદલાતી કોસ્ચ્યુમ સ્ટાઇલમાં જૂના કોસ્ચ્યુમનું શું થાય છે.
જેમાં સ્ટાઇલીશ સાડી, ડિઝાઇનર ચણીયાચોલી ડિઝાઇનર જ્વેલરી, વેસ્ટર્ન આઉટફીટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તો આ દરેક વસ્તુ જ્યારે બિન ઉપયોગી બને છે ત્યારે એ બધી વસ્તુનું શું કરવામાં આવે છે ? તો ે વાતનો જવાબ આ રહ્યો સીરીયલ્સમાં હિરોઇન મને એક્ટ્રેસ દ્વારામાં ઉપયોગનાં લેવાયેલાં તમામ કોસ્ચ્યુમ જ્વેલરી પ્રોડક્શન હાઉસ દ્વારા રીયુઝ કરવામાં આવે છે. અથવા તો કોઇ શોપ કે બ્રાન્ડ સાથે ટાઇ અપ કરી ત્યાંથી મંગાવવામાં આવે છે અને તેના ઉપયોગ બાદ તેને પરત કરવામાં આવે છે આ ઉપરાંત કોસ્ચ્યુમ ભાડે પણ મંગાવવામાં આવે છે. જેને વાત પરત આપવામાં આવે છે. તો આ હતી કહાની કોસ્ચ્યુમના ઉપયોગ બાદના રીયુઝની.