રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડોક્ટર પ્રદીપ ડવના વરદ હસ્તે ધ્વજવંદન
રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી હતી જેમાં રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડોક્ટર પ્રદીપ ડવના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું .
આ પર્વ નિમિત્તે તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષમાં પાંચ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી અધ્યતન ટેકનોલોજી સાથે તેનું જતન કરવામાં આવશે.
સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે દરેક વોર્ડના સફાઈ કર્મચારીઓ કે જેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથોસાથ સિવિલ સેન્ટર ખાતે નવા વિભાગને ખુલો મુકવામાં આવ્યો હતો.