વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરી સ્વતંત્રા દિવસની કરી ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી .
વડાપ્રધાન મોદીએ આઝાદીના વીરોના બલિદાનને યાદ કર્યું .
દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીનું માર્ગદર્શન, ભગતસિંહ-સુખદેવ-રાજગુરુ જેવા વીરોનું બલિદાન હંમેશા યાદ રહેશે.
દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓને હું સલામ કરું છું.
આજે આપણી પાસે વસ્તી, લોકશાહી અને વિવિધતા છે.
આ ત્રણેય સાથે મળીને દેશના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.