ડરહમ સામે નોર્થહેમસાયરે 6 વિકેટે વિજય મેળવ્યો : પૃથ્વી 125 રન બનાવી અરણમ રહ્યો
પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. તેણે ઈંગ્લિશ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. તેણે આ કારનામું રોયલ લંડન વનડે કપ 2023માં કર્યું હતું. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બેવડી સદી ફટકારનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. શોએ ઓલી રોબિન્સનના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
કાઉન્ટીમાં પૃથ્વી શો નોર્થહેમશાયર તરફથી રમી રહ્યો છે. તારે ડરહમ સામેના મેચમાં જોઈએ માત્ર 76 બોલમાં જ 125 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો અને નોર્થહેમસાયર ડરહમ સામે છ વિકેટે જીત્યું હતું. આ પૂર્વે કાઉન્ટીના પહેલા મેચમાં જ પૃથ્વી એ બેવડી ફટકારી ટીમ ઇન્ડિયા ના દરવાજા ફરી ખખડાવ્યા હતા. સમરસેટ સામે નોર્થહેમસાયર 87 રમે જીત્યું હતું જેમાં પૃથ્વી શોએ 153 બોલમાં 244 રનની ધમાકેદાર એની ગરમી હતી જેમાં 28 ચોગા અને 11 છગ્ગા નો સમાવેશ થયો હતો.
પૃથ્વી શો હાલ ડોમેસ્ટિક ક્રિકેટ અને કાઉન્ટીમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે દ્વાર પણ ખખડાવી રહ્યો છે. ત્યારે આવનારી અનેક સિઝનમાંથી પૃથ્વી શોને તક મળે તો નવાઈ નહીં.