પ્રેમ લગ્ન માટે માતપિતાની મંજૂરી ફરજિયાત કરો જેથી કોઈ અન્ય દીકરીને પોતાનો જીવ ના ગુમાવવો પડે.
સુરત, ભાવેશ ઉપાધ્યાય
પ્રેમ આંધળો હોય છે એવું તો અનેકવાર સાંભાડયું હશે જ, અને તાજેતરમાં જ પ્રેમ લગ્ન માટે આપણાં મુખ્ય મંત્રીએ એવું કહ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતાપિતાની મંજૂરી ફરજિયાત જોશે એ વાત પર પણ વિચારણા કરીશું. તેવા સમયે પ્રેમલગ્ન કરનાર એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું અને એ પામ માતાપિતાની મરજી વિરુધ્ધ જઈને એ લગ્ન કર્યા હતા. જેના અનુસંધાને આત્મહત્યા કરનાર યુવતીના પરિવારે વલોપાત કરતાં કરતાં દીકરીને ગુમાવવાનો આરોપ તેના પતિ મૂક્યો છે.
સુરતના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય કરીના કિશન પટેલ પરિવાર સાથે રહેતી હતી. એક વર્ષ પહેલા કરીનાએ પરિવારની મરજી વિરૂદ્ધ કિશન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ પરિવારે દીકરીને સ્વીકારી લીધી હતી અને દીકરી પિયરમાં પણ આવતી હતી. કરીનાના ભાઈ નિરવ પટેલે જણાવ્યું હતું કે, કરીના પરિવારમાં એકની એક લાડકી દીકરી હતી અને એજ્યુકેટેડ હતી. જોકે સોશિયલ મીડિયાના માધ્યમથી ગવિયરમાં રહેતા કિશનના સંપર્કમાં આવ્યા બાદ એક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરતા પરિવાર તૂટી ગયું હતું. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા હતા. જોકે એકની એક દીકરી અને બે ભાઈઓની લાડકી હોવાથી એને સ્વીકારી ઘરે બોલાવતા થઈ ગયા હતા.
કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા. હવે પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપે છે. સાસરીમાં ઘર ચલાવવાના પણ રૂપિયા નથી. કરીનાએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે માતા-પિતા સહિતના પરિવારને એક કલાક બાદ જાણ થઈ હતી. કરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિલ ખસેડ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પણ પરિવારના આક્ષેપને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
પ્રેમમાં નિષ્ફળ લગ્નજીવનથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી જેનાથી ઉશ્કેરાયેલા તેના ભાઈએ વિનતિ કરી ક્શ્રિ છે કે બહેનના મરવાનું કારણ બનનાર તેના પતિને સખત સજા મળે અને મ્ખ્યમંત્રીને પણ અપીલ કરી કે પ્રેમ લગ્ન માટે માતપિતાની મંજૂરી ફરજિયાત કરો જેથી કોઈ અન્ય દીકરીને પોતાનો જીવ ના ગુમાવવો પડે.