ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીએ પ્રોજેક્ટ માટે સ્ટર્લિંગ એન્ડ વિલ્સનને આપ્યો ઓર્ડર
સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડને ખાવડા ખાતે તેના પ્રસ્તાવિત 600 મેગાવોટ સોલર પીવી પ્રોજેક્ટ માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ તરફથી ઓર્ડર પ્રાપ્ત થયાનું કંપની પાસેથી જાણવા મળી રહ્યું છે.
સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જીએ શુક્રવારે જાહેરાત કરી કે તેને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની તરફથી ખાવડા ખાતે 600 મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટ માટે 1,130 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. 3 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ સહિત કુલ બિડનું મૂલ્ય રૂ. 1,130 કરોડ હશે. પ્રોજેક્ટમાં 300 મેગાવોટના દરેક બ્લોક સાથે બે બ્લોકનો સમાવેશ થાય છે. કાર્યક્ષેત્રમાં ડિઝાઇન, એન્જિનિયરિંગ, સપ્લાય, બાંધકામ, ઉત્થાન, પરીક્ષણ અને કમિશનિંગ સાથે 3-વર્ષના ઓપરેશન અને જાળવણી કરારનો સમાવેશ થાય છે.
અમિત જૈન, ગ્લોબલ સીઇઓ, સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી ગ્રુપે નિવેદનમાં જણાવ્યું હતું કે, જીઆઇપીસીએલના આ પ્રતિષ્ઠિત ઓર્ડર સાથે અમે નાણાકીય વર્ષ 2024ની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી છે. આ સાથે, આ નાણાકીય વર્ષમાં અમારી કુલ ઓર્ડર બુકિંગ વધીને 1.6 ગીગાવોટ પર પહોંચી ગઈ છે.જેની 1,800 કરોડની કિંમત છે.