મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ટંકારા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા કચ્છ હાજીપીર તરફ જતા કતલખાને લઈ જવાતા અગિયાર ગાય અને ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે.
ટંકારા ગૌરક્ષકો ટીમને અને મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકના સભ્યોને જાણકારી મળી હતી કે ગાય અને ગૌવંશ નાના મોટા અગિયાર જીવોને બોલેરો પીક અપમાં ભરીને રાજકોટ મીતાણા તરફથી ગેરકાયદેસર કતલખાને અગિયાર ગાય અને ગૌવંશો લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ટંકારા ગૌરક્ષકની ટીમ દ્વારા બોલેરો પીક અપ ગાડી નંબર જીજે ૧૨ બીઝેડ ૧૯૪૮, જીજે ૧૮ બીવી ૧૮૬૮, જીજે ૧૨ બીઝેડ ૯૩૧૨ ને મીતાણા બાજુથી ટંકારા બાજુ આવતા ટંકારા પાસે પસાર થતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બોલેરોમાં અલગ અલગ નિર્ણ પાણીની સુવિધા ન હોય અને કોઈ પાસ પરમિટ વગર લઈ જવાતા હોય ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી મળતા પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોય તેથી ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી, મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશ બી બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને મોરબીના પાંજરાપોળમાં અગિયાર જીવોને મુકવામાં આવ્યા હતા
આ કામગીરીમાં ટંકારા પોલીસ અધિકારી અને પોલીસ પ્રશાસનનો સારો એવો સહયોગ મળ્યો હતો
આ કામગીરીના સાથી સંયોગી હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશ બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવદયા ગૌરક્ષક, પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), આહીર જેકીભાઈ, મોરબી ભરતભાઈ ગોગરા, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી સંદીપભાઈ ડાંગર, સુરેશભાઈ ભરવાડ અને મોરબી ટંકારા ગૌરક્ષક ભાઈઓ હાજર રહ્યા હતા અને પશુઓને કતલખાને લઇ જતાં બચાવાયા હતા.