રાધાકૃષ્ણ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર
વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો અરબી સમુદ્ર કિનારે આવેલો રળિયામણા વિસ્તાર તરીકે જાણીતો છે . અહી ધાર્મિક સ્થળો અને મંદિરોની બોલબાલા છે .
કલગામ ખાતે આવેલું રાધાકૃષ્ણનું મંદિર પરિવારને પ્રેમ અને આસ્થાથી જોડી રાખે છે . મંદિરમાં પ્રવેશતાની સાથે રાધાકૃષ્ણનું તેજ વ્રુંદાવન સમા વાતાવરણની અનુભૂતિ કરાવે છે . રાયનીવાળા હનુમાનજીની ગાથા જગવિખ્યાત છે , તો રાધાકૃષ્ણનું મંદિર ભક્તોને ખેચી લાવે છે .
હોળીમાં જાણે રાધાકૃષ્ણ ખુદ અવતરતા હોય તેમ લોકો એકબીજા સાથે ભળી જાય છે . બારી સમાજ નાં લોકો દ્વારા બનાવાયેલા આ મંદિર નાં દર્શન કરી લોકો પરમ સુખનો અહેસાસ કરે છે .
રામ સોનગઢવાલા