સરકારે સહાય જાહેર કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી નહિં: દર્દીઓ શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે રજૂઆત
અમરેલી કથિત મોતિયા કાંડમાં દ્રષ્ટિ ગુમાવેલા દર્દીઓને સરકારે કરેલી વળતરની જાહેરાત માં દર્દીઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગર દ્વારા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓને દ્રષ્ટી ગુમાવેલ છે. આંશિક અસર પામેલ છે. ઉપરોકત વિષય પરત્વે જણાવવામાં આવ્યું હતું કે,સંદર્ભના કાર્યાલય આદેશ થી શાંતાબા મેડીકલ કોલેજ અને તે દર્દીઓને સંસ્થા તરફથી વળતર આપવા આદેશ કરવામાં આવેલ છે. ત્યારે વિભાગીય નાયબ નિયામક, રાજકોટની ટીમ આવનાર હોય તા.05/08 ના રોજ સવારે 8:00 કલાકે તમામ દર્દીઓને પોતા અસલ ડોકયુમેન્ટ સાથે મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની ચેમ્બર જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું..
જેથી આગળની કાર્યવાહી હાથ ઘરી શકાય. અને દર્દીઓએ તે પત્ર અનુસાર હાજર રહી તમામ જરૂરી કાગળો આપ્યા બાદ જરૂરી તપાસ કરાવી હતી અને જવાબદારો એ દર્દીઓને બેત્રણ દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે તેવું કહેતા દર્દીઓને હાશકારો થયો હતો પરંતુ આજે દસ દસ દિવસ વીતી જવા છતાં દર્દીઓ હજી બેંકોમાં પૈસા જમા થઈ ગયા છેકે નહિ તે જોવા માટે ચક્કર ખાઈ રહ્યા છે
ત્યારે કંટાળીને આજે દર્દીઓ પોતાના સગા સાથે શાંતા બા જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી આં વિશે જાણકારી મેળવવા પહોચ્યા હતા પરંતુ કોઈ સંતોષ કારક જવાબ ના મળતા નિરાશ દર્દીઓ ઘેર જતા રહ્યા હતા. સિવિલ સર્જન હરેશ વાળા ને આં બારામાં પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મારી જવાબદારી અંતર્ગત બોર્ડ ની ટીમ તેમજ આર.ડી.ડી.સાથે રહી દર્દીઓની તપાસ કરાવી આપી આર.ડી.ડી એ આઈ રિપોર્ટ સરકારમાં સોંપી આપેલ છે હવે આગળની કાર્યવાહી સરકારના સૂચન પ્રમાણે કરવામાં આવશે.