જામનગર શહેર અને આસપાસના વિસ્તાર માંથી કુલ ૧૦ જેટલી બાઇક ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો હતો.
પોકેટ કોપ તેમજ ઇ-ગુજ કોપની મદદથી તેમજ સીસીટીવીના ફૂટેજ ના આધારે ૧૦ વાહનોની ચોરી કરનારને શોધી લેવાયો હતો .
જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ મીઠાપુરમાં થયેલી દસ જેટલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મેળવી છે, અને એક તસ્કરને ઝડપી લીધો છે. જેની પાસેથી ચોરાઉ મોટરસાયકલ પણ કબજે કર્યું છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વાહન ચોરીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જામનગરના પંચકોશી બી. ડીવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપની મદદ લેવામાં આવી હતી, જ્યારે જામનગરના સીસીટીવી ના કમાન્ડ કંટ્રોલરૂમ :નેત્રમ’ની પણ મદદ લેવામાં આવી હતી, અને અલગ અલગ વિસ્તારના ફૂટેજ ચેક કર્યા પછી વાહન ચોર સુધી પહોંચવામાં પંચકો બી. ડિવિઝન પોલીસને સફળતા મેળવી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમુસર ગામનો વતન અને હાલ દરેડ ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા ખીમજી ઉર્ફે ઘેલો રામજીભાઈ પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી લીધો, જેની પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારો જ્યારે ઉદ્યોગ નગરના વિસ્તાર તેમજ મીઠાપુર માંથી કુલ ૧૦ જેટલી વાહન ની ચોરી કરી હોવાની કબુલાત આપી દીધી હતી.
પોલીસ દ્વારા તેની પાસેથી ૧૦ ચોરાઉ વાહનો કબજે કરી લઇ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સપેકટર એમ.એ.મોરી તથા એ.એસ.આઇ એમ.એલ.જાડેજા તથા વી.ડી.રાવલીયા તથા પોલીસ હેડ.કોન્સટેબલ વનમયળવસિંહ જાડેજા તથા ધમેન્રવસિંહ ઝાલા તથા હરદેવવસિંહ જાડેજા તથા પો.કોન્સ સમુતભાઇ વશયાર તથા મેહુલભાઇ વવસાણી તથા મહાવીરવસિંહ જાડેજા તથા મયરુવસિંહ જાડેજા તથા ભયપાલવસિંહ જાડેજા દ્વારા કરવામા આવેલ.
સાગર સંઘાણી