બાટવીયા પરિવારના લાડકવાયા પૌત્ર રિયાંશના જન્મદિવસની અનોખી ઉજવણી
વૃધ્ધાશ્રમમાં બસ મોકલી દાદા-દાદીઓને લઈ પારસ હોલના આંગણે સન્માનપૂર્વક આગમન કરવામાં આવશે
સવારે 7 થી સાંજના 7 સુધી વડીલોની સાથે કેક સેલિબ્રેશન સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં હમેશા નોખું અનોખું લોકોને નવી જ રાહ ચીંધતું શહેર આવું જ કાંઈક નોખું અનોખું એટલે જન્મદિવસની ઉજવણી ને સાચા અર્થમાં હૃદયસ્પર્શી અર્થપૂર્ણ બનાવવાનો અભિગમ એટલે ” વિતરાગ પરિવાર ના માતુ મીનાક્ષીબેન વસંતલાલ બાટવીયા સુધીરભાઈ બાટવીયા, હીનાબેન બાટવીયા, મુકેશભાઈ બાટવીયા , રીટાબેન બાટવીયા ના પૌત્ર રીયાંશભાઈ અંકીતભાઈ બાટવીયા નાં બીજા જન્મદિવસની ઉજવણી એ રાજકોટ -જામનગર ના વૃદ્ધાશ્રમમાં રહેતા અંદાજીત 251 દાદા – દાદી નો પ્રેમ વહાલ અને સન્માન નો અનુભવ થાય અને વડીલોના આશીર્વાદ મળે તેવા શુભ આશયથી તા .13 ઓગસ્ટને રવિવારના રોજ પારસ કોમ્યુનિટી હાલ નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે ” વડીલ વંદના ” સમાજ માટે પ્રેરણારૂપ કાર્યક્રમ રાખવામાં આવેલ છે . આ વડીલ વંદના કાર્યક્રમમાં જીવદયા ગ્રુપ , અરિહંત ગ્રુપ , અરિહંત અનુકંપા ગ્રુપ , બાપા સીતારામ ગૌ સેવા મંડળ તથા જૈન સોશ્યલ વેસ્ટગ્રુપ ના કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાવાના છે .
વૃધ્ધાશ્રમમાં રહેતા માવતર બાટવીયા પરિવારના બનશે મોંઘેરા મહેમાન
રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ 40 માવતર જલારામ વૃધ્ધાશ્રમ 12 માવતર બાનુ ઘર વૃધ્ધાશ્રમ 30 માવતર સદભાવના વૃધ્ધાશ્રમ 70 માવતર એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ 55 માવતર
અબતકની શુભેચ્છા મુલાકાત આવેલ મુકેશભાઈ બાટવીયાએ જણાવ્યું હતુ કે, સવારે 7.00 વાગ્યે વિતરાગ પરિવાર દવારા વૃધ્ધાશ્રમમાં બસ મોકલી દાદા-દાદીઓને લઈ પારસ હોલનાં આંગણે સન્માનપૂર્વક આગમન કરવામાં આવશે . સવારે 8:00 વાગ્યે – નવકારશી કરાવવામાં આવશે . સવારે 9:30 વાગ્યે – 5.પૂ. જે.પી.ગુરૂદેવ વ્યાખ્યાન આપશે. સવારે 11:00 વાગ્યે – પૌત્ર રિયાંશ દાદા – દાદી સાથે કેક સેલીબ્રેશન અને તેઓના આશીર્વાદ લેશે . સવારે 11:30 વાગ્યે – દરેક દાદા – દાદીનું સન્માન પ્રભાવના આપી આશીર્વાદ લેવામાં આવશે . બપોરે 12:00 વાગ્યે – ગીતમ પ્રસાદ (સ્વરૂચી ભોજન) . બપોરે 1:30 વાગ્યે – હોલમાં વિશ્રામ કરવામાં આવશે . બપોરે 2:30 વાગ્યે – ચા તથા બિસ્કીટ . બપોરે 2:45 વાગ્યે – સંગીત સમારોહ . સાંજે 6:00 વાગ્યે – ભોજન ગ્રહણ કરાવી ત્યારબાદ વૃધ્ધાશ્રમ પરત. આ વડીલ વંદના કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ આજની જનરેશનમાં, યુવાનોમાં સંસ્કાર યુક્ત ઘડતર થાય અને વડીલો પ્રત્યે આદરભાવ કાયમ પ્રગટ રહે , બાળકો અને યુવાનોમાં મા આપણા પારંપારિક સંસ્કારોનું મૂલ્ય જળવાય રહે તેવા ઉમદા આશયથી વીતરાગ પરિવારના પૌત્ર નો જન્મદિવસ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે . આ વડીલ વંદના કાર્યક્રમમાં મોદી સ્કૂલના રશ્મિકાંતભાઈ મોદીનો ટ્રાન્સપોર્ટેશન બસ માટે સહકાર સાપડયો છે.
આ શુભ અવસરે પરિવારના સભ્યો અને મહેમાનો વડીલોની સાથે સમય વિતાવી ને જુના સંસ્મરણો અને સ્નેહ વર્ષા વસે અને વૃધ્ધાશ્રમમાં રહેતા દાદા-દાદી સાથે હળીમળીને જન્મદિવસને યાદગાર બનાવવામાં આવશે.
અબતકની શુભેચ્છા મલાકાતે મુકેશભાઈ બાટવીયા, સુધીરભાઈ બાટવીયા, અંકિત બાટવીયા, અરૂણભાઇ નિર્મળ, પારસભાઈ મોદી , પિયુષભાઈ દોશી , વિરલભાઈ મહેતા , મેહુલભાઈ રવાણી , મુકેશભાઈ બાટવીયા , સુધીરભાઈ બાટવીયા , અંકિતભાઈ બાટવીયા , વિવેકભાઈ બાટવીયા , સંજયભાઈ મહેતા યોગેશભાઈ શાહ , વિમલભાઈ કગથરા રહેશે . તેમજ પ્રભાવના અંગેનો મેસેજ જે.બી.ઓના હર્ષિલભાઈ શાહ દ્વારા વ્હોટ્સએપ ગ્રુપમાં પણ મેસેજ મોકલાવવામાં આવેલ છે. મેડીકલ ટીમ ડો.અરવિંદ ભટ્ટ, ડો. ભાસકર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડો. ભરત ભમ્માર, ડો. વિશાલ વાણીયા, ડો. દિવ્યેશ મારકણા, ડો. હેમન મીઠાણી, સેવા આપશે. સાથે જીવદયા ગ્રુપના હિતેષભાઈ, ભરતભાઈ બોરડીયા, રમેશભાઈ દોમડીયાં ઉપસ્થિત રહ્યા છે.