GSRTC : ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ભરતી, ઓનલાઈન અરજી સ્વીકારવાનું શરુ
ગુજરાતમાં નવીનતમ નોકરીઓ શોધી રહેલા તેમજ ૧૨ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની શરૂઆત 7 ઓગસ્ટથી કરવામાં આવી છે. ઉમેદવારો 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 12 પાસ અને તેમની સમકક્ષ અભ્યાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે. આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર અને રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તેઓ અધિકૃત વેબપોર્ટલ https://ojas.gujarat.gov.in/ પર ઑનલાઇન ફોર્મ ભરી શકાશે. એસટી નિગમ દ્વારા શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ભરતીમાં નોકરીએ લાગનાર ઉમેદવારોને રૂ.18,500 ચૂકવવામાં આવશે. ત્યાર બાદ નિયત કરવામાં આવેલ મળવાપાત્ર પગારની ચૂકવણી કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે. લેખિત કસોટી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ લેવાશે.