અમદાવાદના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલાં મુસ્લિમ પરિવારોના રહેણાંક ઍપાર્ટમૅન્ટ્સ અને સોસાયટીઓના ગેટ કે દિવાલ પર ‘રાતોરાત’ લાલ રંગની ‘ચોકડી’ લગાવી દેવાઈ હતી. લોકો માટે આ મુદ્દો ચર્ચા અને ચિંતાનું કારણ બન્યો હતો. મુસ્લિમ પરિવારોએ ચૂંટણી પંચ, પોલીસ કમિશનર ઉપરાંત પાલડી અને એલિસબ્રિજ પોલીસને લેખિત અરજી આપી હતી. જોકે હવે આ લાલ ચોકડીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતાં અમદાવાદ મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે હવે GPS સિસ્ટમ લગાવવામાં આવનાર છે. ત્યારે વાહન રૂટમાં કચરો ભેગો કરે છે કે કેમ તેનું સર્વેલન્સ કરવા GPSની ચીપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે