મુખ્યમંત્રીનો મત વિસ્તાર ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) ઉપર રાજયભરની નજર છે. આ બેઠક પામવા તમામ રાજકીય પક્ષો પ્રયત્નો કરી રહ્યા છે. પ્રથમ દિવસે જ ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) બેઠકની ઉમેદવારી નોંધાવવા માટે ૨૯ ઉમેદવારીએ ફોર્મ મેળવ્યા છે.૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા માટે કુલ ૨૯ ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. જેમાં રીપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના બે ઉમેદવારો પ્રવિણ દેગડા અને પંકજ ચુડાસમા તેમજ બહુજન સમાજ પાર્ટીંના ઉમેદવાર મહેશ મનસુખભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૬ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોમાં ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) માટે સૌથી વધુ ફોર્મનો ઉપાડ થયો છે.રાજકોટ જિલ્લાની અન્ય બેઠકોની સરખામણીએ ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) માટે બમણી માત્રામાં ઉમેદવારોએ ફોર્મ લીધા છે.
Trending
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી