રાજકોટમાં દિવસેને દિવસે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધતો જ જાય છે. અનેક વાર આ રીતે રસ્તા પર રખડતાં ઢોરને કારણે અકસ્માતો પણ સર્જાયા છે, ત્યારે આ બાબતે તંત્ર દ્વારા પણ ઢીલી કામગીરી થયી રહી છે. અને જો ક્યારેક તંત્ર આ બાબતે કામગીરી શરૂ કરે છે તો ઢોરના માલિકો એ કામગીરીમાં અડચણો ઊભી કરે છે, તેવા સમયે સામાન્ય જનતા જે આવી પરિસ્થિતિનો ભોગ ઇનો કોણ વિચાર કરશે?
રાજકોટના કેવડવાડી વિસ્તારમાં જ્યારે ઢોર પકડવા વાડી પાર્ટી ગયી ત્યારે માલધારીઓ દ્વારા તેને અટકાવવામાં આવતા હતા. આ ઉપરાંત વધારે મહકૂટ થતાં ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. મામલો ગંભીર બંતા થાળે પાળવા માટે ઢોર પકડવા વાળી પાર્ટીએ પોલીને બોલાવવી પડી હતી.