આગામી માસમાં સિંગાપુરમાં યોજાશે ચૂંટણી : કુલ ચાર ઉમેદવારો રેસમાં
સિંગાપુરમાં આગામી માસમાં રાષ્ટ્રપતીની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ પ્રધાન થર્મન ષણમુગરત્નમે સિંગાપોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે યોગ્યતાના પ્રમાણપત્ર માટે અરજી સબમિટ કરી છે.
આવતા મહિને સિંગાપુરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓના ઘણા રાજકારણીઓએ ઔપચારિક રીતે તેમના પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ ચૂંટણીઓમાં ભારતીય મૂળના વરિષ્ઠ મંત્રી થર્મન ષણમુગરત્નમ પણ ચૂંટણી લડવા તૈયાર છે. સોમવારે, તેમણે ઉમેદવારી નોંધાવી છે.
થર્મને ગયા મહિને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદ માટે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે સિંગાપોરની સંસ્કૃતિને વિકસાવવા અને તેને વિશ્વમાં ‘ચમકતો સિતારો’ બનાવી રાખવાના વચન સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સિંગાપોરમાં સપ્ટેમ્બર 2023માં ચૂંટણી યોજાઈ રહી છે કારણ કે રાષ્ટ્રપતિ હલીમાહ યાકબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.
અહેવાલ અનુસાર થર્મને યોગ્યતાના પ્રમાણપત્ર માટે અરજી કરી છે. ષણમુગરત્નમ ઉપરાંત અન્ય ત્રણ નેતાઓએ ચૂંટણી માટે તેમની ઉમેદવારી જાહેર કરી છે અને યોગ્યતાના પ્રમાણપત્રો માટે અરજી કરી છે. અન્ય ત્રણેય ઉમેદવારો ચીની મૂળના છે. જેમાં જીઆઈસીના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ ચીફ એનજી કોક સોંગએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે જાહેર ક્ષેત્ર સાથે ચર્ચા કર્યા પછી ચૂંટણી લડવા માટે 2 ઓગસ્ટે અરજી સબમિટ કરી હતી.
જ્યારે ઉદ્યોગસાહસિક જ્યોર્જ ગોહ 4 ઓગસ્ટના રોજ તેમની પાત્રતા અરજી સબમિટ કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટેન કિન લિયાને જણાવ્યું હતું કે તેમણે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોગ્યતાના પ્રમાણપત્ર માટે તેમની અરજી સબમિટ કરી છે. જોકે, તે ચૂંટણી લડશે કે નહીં તે નક્કી નથી.
ઉલ્લેખનીય છે કે, પ્રમુખ બનવા માટે ઉચ્ચ કક્ષાનું હોદ્દો મેળવવો પડે છે. જૂનમાં તેમના પ્રચારની શરૂઆતમાં 22 વર્ષ પછી સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થનાર થર્મને ઉમેદવારોને તેમના ટ્રેક રેકોર્ડને બદલે ભૂતકાળના જોડાણોના આધારે જજ કરવા સામે ચેતવણી આપી હતી. સિંગાપોરમાં રાષ્ટ્રપતિ પદ માટે ઊભા રહેવા માંગતા ઉમેદવારો માટે કડક માપદંડ છે. સિંગાપોરના બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, એટર્ની જનરલ અથવા અન્ય ઉચ્ચ-સ્તરીય હોદ્દાઓમાંથી એક હોવું આવશ્યક છે.