ગુરુવારથી શરૂ થતાં નિજ શ્રાવણ માસમાં ભગવાન શિવની પુજા કરો તમારી રાશિ પ્રમાણે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આગામી ૧૭ ઓગષ્ટ ગુરુવારથી નિજ શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે, અધિક શ્રાવણ પછી આવી રહેલા નિજ શ્રાવણ માસનું મહત્વ ખુબ વિશેષ હોય છે. માટે આ નિજ શ્રાવણ માસમાં જે પૂજા પાઠ થાય તે વિશેષ ફળદાયી રહે છે આમ તો શિવજીને ભાવ પૂર્વક કોઈ પણ શુભ દ્રવ્ય અર્પણ કરી શકાય પરંતુ રાશિ મુજબ કઈ રીતે શિવ પૂજા કરવી તે અત્રે જણાવું છું.
મેષ રાશિના મિત્રો શુદ્ધ જળમાં ગોળ મેળવીને શિવલિંગને ચડાવે અને લાલ ફૂલ અને કેસર ચડાવી શકે.
વૃષભ રાશિના મિત્રો શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરે અને સાકાર ધરે.
મિથુન રાશિ શેરડીનો રસ અને બીલીપત્ર ચડાવે અને મગ અર્પણ કરે.
કર્ક રાશિ સફેદ ચંદન, ગાયનું દૂધ ગંગાજળ અને પવિત્ર નદીના જળ અને ઘીથી અભિષેક કરે અને ચોખા ચડાવે .
સિંહ રાશિના મિત્રો ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરે.
કન્યા રાશિ શેરડીના રસથી અને લીલા ફ્રૂટના જ્યુસથી અભિષેક કરે અને બીલીપત્ર ચડાવે મગ અર્પણ કરે.
તુલા રાશિ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરે દહીં અને પંચામૃતથી અભિષેક કરે સુગંધી ફૂલો અર્પણ કરે ચોખા ચડાવે.
વૃશ્ચિક રાશિના મિત્રો પંચામૃત અને ફળોના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરે ઘઉં ધરે.
ધન રાશિ કેસરયુક્ત ગાયના દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવે ચણાની દાળ ધરે.
મકર રાશિના મિત્રો ડાર્ક રંગના ફૂલ અને ગાયના ઘી યુક્ત જળ સાથે કાળા તલથી અભિષેક કરે અડદ ધરે.
કુંભ રાશિના મિત્રો પણ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરે અને રંગબેરંગી ફૂલ ચડાવે. અડદ અને કાળા તલ ધરે.
મીન રાશિના મિત્રો અષ્ટગંધ યુક્ત પવિત્ર જળ અને હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરે અને પીળા ફૂલ ચડાવે તથા કઈક મિષ્ટાન અને ચણાની દાળ ધરે.