અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગથી બે વર્ષથી વધુ સમયથી વિખૂટી પડેલ માનસીક અસ્વસ્થ પીડિતાના પરિવારજનોને શોધી કાઢ્યા
૩5વર્ષીય માનસિક અસ્વસ્થ મહીલા ૨વર્ષ પહેલા તેમના પરિવાર થી વિખૂટા પડેલા જે જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી મળી આવતા ૧૮૧ મહિલા હેલપલાઇન ટીમ જૂનાગઢ દ્વારા તેમના પરિવારની વિગત મેળવી સંપર્ક કરાવેલ.
જૂનાગઢ સીટીમાં કાર્યરત ૧૮૧ મહીલા હેલ્પ લાઈનમાં એક કોલ આવેલ હતો જે જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જણાવેલ કે એક અજાણ્યા મહિલા બે દિવસ થી ગામમાં આમતેમ ફરી રહ્યા છે અને કોઈને મળવા માટે આવેલા છે તેમ જણાવે છે અને બીજું કંઈ વધારે પૂછે તો ગાળો આપતા હોય જેથી સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પ કોલ કરેલ કે સમજાવવા માટે આવો જેથી કોલ મળતા તુરંત ૧૮૧ મહીલા હેલ્પ લાઇન ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ મધુ બેન ઓડેદરા સહિતની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને મળ્યા હતા.
૧૮૧ ટીમ આવતા આમતેમ ભાગવાનો પ્રયાસ કરતા હતા, બેસાડીને કાઉંસેલિંગ કરી મેંટલી સપોર્ટ આપેલ અને જેમાં મહિલા તેમના પરિવારની અલગ અલગ માહિતી આપી હતી. સાચી માહિતી મેળવતા ખ્યાલ આવ્યો કે મહિલાના માતા પિતા મહારાષ્ટ્ર થાણે ડીવા રેલવે સ્ટેશન નજીક રહે છે. જેની માહિતી મેળવી ડીવા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો.
રેલવે પોલીસ સાથે સંપર્ક કરેલ જેથી તેમના પરિવારની તપાસ કરતા તેમના પિતરાઈ ભાઈનો સંપર્ક થતાં તેમનો ફોન નંબર મેળવેલ અને તેમની સાથે ફોન પર વાત થયી હતી. તે મહિલાના પરિવારમાં તેમના માતા ૧ વર્ષ પહેલાં અને પિતા ૧૦ દિવસ પહેલા જ મૃત્યું થયું હોય અને તેમની મોટી બહેન છે, જે મુંબઈના ચેમ્બુરમાં રહેતા હોવાનું જણાવ્યુ હતું. તેમની સાથે વાત કર્યા બાદ તેમણે જણાવ્યુ કે તેમની આ બહેનને બે બાળકો પણ છે અને તેમના પતિનું મૃત્યું પામેલ હોય અને જેથી તે બીજા પુરુષ સાથે રહેવા હતા. ત્યાંથી નીકળી અને બાદમાં તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયી હોય જેથી ઘરેથી નીકળી ગયા હતા. કોવિડ સમયથી જુદા પડી ગયેલા હોય અમે ઘણા સમયથી તેમને શોધતા હતા પરંતુ શોધી ના શક્યા. આજ રોજ વાત થતાં તેમના બહેન સાથે તેમને લેવા માટે આવતા હોય હાલ આવવામાં સમય લાગે તેમ હોવાથી મહિલાની સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ જઇ આશ્રય અપાવેલ છે, અને આગળની કાર્યવાહી તેઓને સોંપેલ.