હિન્દુ નામે રહેતા બાંગ્લાદેશી ઝડપાયા
રોજગારી મળી રહેતા દેશભરમાંથી લોકો સુરતમાં આવતાં હોય છે. ત્યારે વિદેશીઓ પણ ગેરકાયદે સુરતમાં વસવાટ કરતા હોવાનું અવારનવાર સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી રોહિંગ્યા યુવક અને યુવતી હિન્દુ નામ ધારણ કરીને ભાડાના મકાનમાં રહેતા હોવાનું સામે આવતાં હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરીને સોંપવામાં આવ્યાં હતાં. ગેરકાયદે વસતા બાંગ્લાદેશી અંગેની વાત આસપાસમાં ફેલાતા લોકોના ટોળાં એકઠાં થયાં હતાં
ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરડી નગરમાં હિન્દુ નામ રાખી ભાડેથી રહેતા બાંગ્લાદેશી યુવાન અને યુવતીને ડિંડોલી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરાવવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ અને હિન્દુ સંગઠનો દ્વારા આનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો હતો. જે વ્યક્તિના રૂમમાં એ રહેતા હતા તેમને પંદર દિવસ અગાઉ પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
સમસ્ત જાગૃત નાગરિક હિન્દુ સંગઠનના વિજય કોલીએ કહ્યું કે, આજે સોસાયટીના નાગરિકો અને ત્યાં વસતા હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરી અને કાયદેસર રીતે તેને વિસ્તારમાંથી ડિંડોલી પોલીસ સ્ટેશન ના હવાલે કરી દેવામાં આવ્યા હતા. આ રોહિંગ્યા બાંગ્લાદેશી હોવાની માહિતી અમને મળી હતી.
.