આયોજન,આવડત,ઈચ્છાશકિત અને અમલીકરણ એમ ચાર પાસાના સમન્વય સાથે ભારતની વિશ્વગુરૂ બનવા તરફ આગેકૂચ
જ્યારે તમારે દેશ બદલવો હોય, દુનિયાને કોઇ નવો માર્ગ ચિંધવો હોય ત્યારે તમારી પાસે આયોજન, આવડત, ઇચ્છાશક્તિ અને અમલીકરણ એમ તમામ પાસાનો સમન્વય હોવો જરૂરી છે. પડકાર તો આવવાના જ છે જેના ઉકેલ માટે હેન્ડસ, હેડઝ અને હાર્ટ એમ ત્રણેયને સાથે રાખીને પ્રયાસ કરવાના હોય છે. એકવાત સાચી છે કે સિસ્ટમને કોઇ રાતોરાત બદલી ન શકે પરંતુ એવા કાર્યોનો અમલ શરૂ કરવાનો હોય છે જેનાથી આપોઆપ સમયની સાથે બધું બદલાતું હોય છે. હવે ભારત માટે એવા અહેવાલો પ્રકાશિત થવા માંડ્યા છે જે કહે છે કે દેશ બદલાઇ રહ્યો છે. અને આગામી એક દાયકામાં ભારત વિશ્વની પ્રથમ ત્રણ ઇકોનોમીમાં સ્થાન પામશે.
એસ. એન્ડ પી ગ્લોબલે હાલમાં જ લુક ફોરવર્ડ- ઇન્ડિયાસ મુવમેન્ટ-3 શિર્ષક હેઠળ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છૈ જેમાં જણાવાયું છે કે હાલમાં ભારતની ઇકોનોમી 3.40 ટ્રિલિયન અમેરિકન ડોલરની છે તે આગામી સાત વર્ષ સુધી સતત સરેરાશ 6.7 ટકાનાં દરે આગળ વધશૈ અને 2031 સુધીમાં તે 6.70 ટ્રિલિયન અમેરિકન ડોલરની થશે. બેશક આ સમયગાળામાં દેશને પરંપરાગત રીતે અગાઉ જોવા મળેલા પડકારોનો સામનો કરવો પડશે. ક્યારેક વિકાસદર ધીમો પડતો જોવા મળશે પરંતુ ફરી પાછી ગાડી પાટે ચડી જશૈ અને વિશ્વ ભારતનું ઉદાહરણ ટાંકતું થશે. આ સમયગાળામાં કદાચ ભારતની ક્રૂડતેલની કુલ ખપતનો 90 ટકા સુધીનો હિસ્સો આયાત ઉપર નિર્ભર થઇ શકે છે આજરીતે પ્રાકûતિક ગેસની આયાત 60 ટકા સુધી પહોંચી શકે છે પરંતુ દેશના વિકાસનાં બીજા એટલા નવા દરવાજા ખુલી રહ્યા છે કે આ તમામ મુદ્દાઓ કંટ્રોલમાં રહી શકશે.
બુલંદ ભારતની ઉભરતી તસ્વીરનું સૌથી જમા પાસું તેના 67.86 કરોડ શ્રમજીવીઓ રહેવાના છે. કારણકે આ દેશ હાલમાં સૌથી યુવાન દેશ છૈ જેના કામદારો શિક્ષણ સાથે વૈશ્વિક બજારમાં આવશૈ અને સર્વિસ સેક્ટરમાં સમગ્ર વિશ્વને આવરી લેશે. દેશના વિકાસનાં પાયામાં બીજું મહત્વનું પરિબળ દેશની મહિલાઓ હશૈ. વર્ષ-2022 માં દેશની 22 ટકા મહિલાઓ જ વર્કિંગ વિમેન હતી. આગામી દિવસોમાં આ આંકડામાં મોટો વધારો જોવા મળશે. આ બધા જો આપણે લાંબાગાળાનાં પગલાં માનીએ તો તેમના થકી જ ભારતનો મેન્યુફેક્ચરીંગ એક્સપોર્ટમાં આજે જે 17.70 ટકા જેટલો હિસ્સો છે તે 2025 સુધીમાં જી.ડી.પી.નાં 25 ટકા જેટલો થઇ શકે છે.
અંદાજ મુકાયો છે કે વર્ષ 2050 સુધીમાં ભારતની સ્થાનિક એનર્જી માગ બમણી થશૈ પરંતુ ભારતે તેનો વિકલ્પ પણ શોધી લીધો હશે. હાલમાં પણ ભારત એનર્જીના વપરાશમાં વિશ્વમાં ત્રીજા સ્થાને છે આમછતાં ભારતનો વપરાશ અમેરિકાનાં વપરાશ કરતા 10 મા ભાગનો જ છે એ વાત પણ સાચી જ છે. આવા સંજોગોમાં એનર્જીના વધતા વપરાશ સાથે ભારતને શુન્ય કાર્બન એમીસનનું લક્ષ્યાંક પણ હાંસલ કરવાનું છે. જે દેશના વિકાસ સામે એક મોટો પડકાર બની શકે છે.
આમછતાં કûષિપેદાશોમાંથી ઇથેનોલ બનાવવા અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા અભિયાન ભારતને આ પડકારમાંથી બહાર લાવી શકશે તેવી અર્થશાસ્ત્રીઓને આશા છે. યાદ રહે કે સરકાર 2030 સુધીમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનાં લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.વૈશ્વિક મંદીની અસર અને સ્થાનિક ફૂગાવાના કારણે રિઝર્વ બેંકને વ્યાજનાં દર ઉંચા રાખવા પડ્યા છે.2022-23 માં તો 7.2 ટકા જીડીપી સાથે વિકાસ થઇ શક્યો છે પરંતુ આગામી વર્ષ છ ટકાના વિકાસ દર સુધી નીચે જઇ શકે છે. પરંતુ આવનારા દિવસોમાં માથાદિઠ આવક વધીને 4500 અમેરિકન ડોલર સુધી જવાની ધારણા છે.
ભારતની સૌથી મોટી સમસ્યા તેની ગામડામાં રહેતી વસ્તીની છે બાકી હોય તો શહેરોનો બેફામ વિકાસ થઇ રહ્યો છે. આ બન્ને વચ્ચે સંતુલન સાધવા ઉપરાંત ટેકનોલોજીના વિકાસની તાકિદની જરૂરિયાત છે. ખાસ કરીને આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સનો વિકાસ ભારતનાં વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે. દેશનું એક જમાપાસું એ છે કે અનેક વિવાદો વચ્ચે પણ હવે જીડીપીનું માળખું મજબુત બની રહ્યું છે. દેશના વ્યાપારીઓએ તે સ્વીકારી લીધું છે. આમછતાં હજુ ભ્રષ્ટાચારનું સ્તર નીચું લાવવાની આવશ્યકતા રહેશે. આજે બુલંદ ભારતના ઘડતરનો પાયો તો નખાયો છે જેના ઉપર ઇમારત ચણવાની આવશ્યકતા રહેશે.!