1 થી 7 ઓગષ્ટના સ્તનપાન સપ્તાહની ઉજવણી સાર્થક કરવી હોય તો જનેતા અને ગૌમાતાના દુધનું મૂલ્ય સમજવું જોઈએ
નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) અનુસાર નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ.
મહિના સુધી બાળકોને માત્ર માતાના દૂધ પર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો બાળકને માતાનું સારું દૂધ મળે તો તેને જીવનભર ઘણી બીમારીઓ થતી નથી. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે. સ્તન દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. માતાનું દૂધ નવજાત શિશુની અંદર શક્તિ ભરવાનું કામ કરે છે. તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય માતાનું દૂધ પીવાથી બાળકોમાં અસ્થમા અને એલર્જીનું જોખમ પણ ઓછું થાય છે. એટલું જ નહીં, માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્ત્રીઓમાં, તે સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, પ્રકાર 2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. વિશ્વ સ્તનપાન દિવસ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આ અંગે વિશ્વભરમાં કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. સ્તનપાન બાળક માટે છે અમૃતપાન, જાણો વિશ્વ સ્તનપાન સપ્તાહનો ઈતિહાસ અને મહત્વ
વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ અઠવાડીયામાં સ્તનપાન સંબંધિત વિષયો પર જાગૃતિ લાવવા અને માતાઓને સ્તનપાન કરાવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે
જન્મના એક કલાકની અંદર માત્ર 37.8 ટકા નવા જન્મેલા બાળકોને સ્તનપાન કરાવવામાં આવે છે અને છ માસ સુધી 65 ટકા બાળકોને ફક્ત સ્તનપાન આપવામાં આવે છે. નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ અતિ આવશ્યક હોય છે જે નવજાત શિશુને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બાળકને છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ. છ માસ પૂરા થતાં તરત જ સ્તનપાનની સાથે ઉપલબ્ધ પૌષ્ટિક નરમ અને પોચા ખોરાકની શરૂઆત કરવી જોઈએ
દરેક સજીવ સ્તનધારી સુષ્ટીમાં માનુ ધાવણ સમગ્ર જીવની આધારશીલા બને છે. માનુ ધાવણ શકિતની ધરોડર છે. કહેવતમા પણ સુરવીરતા-બળ માટે માના ધાવણને યાદ કરવામાં આવે છે. ત્યારે માનુ ધાવણની મહત્તા સમજાવવા 1 થી 7 ઓગષ્ટ સ્તન પાન સપ્તાહની ઉજવણી થાય છે. જનેતાની જેમ ગાયને પણ માતાનો દરજજો અપાયો છે. ગૌદુધ પણ અનેક ફાયદા માનો ભંડાર છે.
માતાને સ્તનપાન કરાવવા થી લાભ
સ્તનપાન માત્ર બાળક માટે જ નહી પણ માતા માટે પણ લાભદાયી હોય છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના એક સંશોધન અનુસાર દૂધ પીવડાવતી મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 10 ગણુ ઓછું થાય છે. સ્તનપાન શિશુના જન્મ પછી થતી લોહીની ઉણપને ઓછી કરે છે. પ્રસૂતિ દરમિયાન પ્રસુતાઓના સૌથી વધુ મોત વધુ રક્તસ્ત્રાવના કારણે થાય છે, જેને તબીબી ભાષામાં ‘પોસ્ટમોર્ટમ હેમરેજ’ કહે છે. જો પ્રસૂતિ પછી તરત માતા સ્તનપાન કરાવે તો ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી મહિલાનું ગર્ભાશય સંકોચાય છે. તેનાથી પ્રસવ પછી વધુ પડતા રક્તસ્ત્રાવની આશંકા ખૂબ ઓછી થઈ જાય છે. ગર્ભાશયને તેના પૂર્વ આકારમાં આવવામાં મદદ કરે છે. ભવિષ્યમાં ગર્ભાશય
બાળકો માટે સ્તનપાનના ફાયદા
બાળકો માટે સ્તનપાન કરાવવાથી મજબુત રોગ પ્રતિકારક સ્કિલકસનું નિવારણ શરદી અને શ્વસન સંબંધી રોગો જેમકે ન્યુમોનીયા, શ્વસન સિસીટીપલ વાયરસ અને હુપિંગ કફની રોકથામ સ્તનપાન કરાવતા બાળકો એકંદરે ઓછુ રડે છે અને બાળપણમાં બિમારીના ઓછા કિસ્સાઓ હોય છે.
સ્તનપાન ન કરાવી શકવાના ધણા કારણો
સ્તનપાન ન કરાવી શકવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમા સ્વાસ્થ્ય સંબંધી અને કેટલીક વખત તેને લગતા કેટલાક સ્તનપાન માટે જરૂરી સમય ન કાઢી શકવા જેવા કારણો પણ સામેલ છે. વાસ્તવમાં સ્ત્રીએ કુટુંબમાં ઘણી જવાબદારીઓ નિભાવવી પડે છે. બીજી તરફ જો સ્ત્રી નોકરી કરતી હોવાથી તેણે માતાને પરિવારનો સાથ ન મળે તો તેના બાળકના સ્તનપાન પર પણ અસર પડે છે.
સ્તનપાન શિશુ મૃત્યુદરને ઓછો કરે છે
પ્રથમ છ મહિના સુધી જો માતા પોતાના બાળકને દૂધ પીવડાવે છે તો તેનાથી નવજાત શિશુ મૃત્યુ દરને 20 ટકા સુધી ઘટાડી શકાય છે. નિયમિત રીતે સ્તનપાન દ્વારા ભારતમાં 1.5 લાખથી પણ વધુ શિશુઓને મોતથી બચાવી શકાય છે. સરકારની પણ એ કોશિશ છે કે ભારતમાં અનેક હ્યુમન મિલ્ક બેન્કનું નિર્માણ થાય, જેનાથી પ્રીટર્મ નવજાત શિશુ તથા જે માતા સ્તનપાન કરાવી શકતી નથી તેમના શિશુને તેનાથી ભરપૂર લાભ મળી શકે.