દંપતી પર બે ભાઇ થુંકતા થયેલી બોલાચાલીમાં છરી અને પાઇપ વડે હુમલો કરતાં સારવારમાં યુવકનું મોત અને પત્ની સારવારમાં

જામનગરમાં ગુલાબ નગર પોલીસ ચોકીના સામેના ભાગમાં રહેતા એક મુસ્લિમ દંપતિ પર તેનાજ પાડોશી ભાઈઓએ થૂંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી જૂનું મનદુ:ખ રાખીને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં પતિનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાય છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી ભાઈઓ સામે હત્યા અંગે નો ગુનો નોંધી બંનેની શોધ ખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશર બેન ઉપર ગઈ રાતે થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઇર્ધાદમાં મોહમદ ભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખડ ના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.

જેમાં પતિ ને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે, અને બનાવ હત્યા માં પલટાયો છે. ત્યારે પત્ની કૌસર બેન ને પણ પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે છરી અને લોખંડના પાઇપ ની ઈજા થઈ હોવાથી તેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હત્યાના બનાવમાં મૃત્યુ પામનારને ગત દિવાળીના સમયગાળા દરમિયાન ઘરની બહાર પિચકારી મારી હતી, જે પિચકારી મારવાના પ્રશ્ન બંને પરિવારો વચ્ચે તકરાર થયા પછી જે તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

પરંતુ ગઈકાલે ફરીથી થુકવાનો બનાવ બનતા પાડોશી આરોપી ભાઈઓ છરી પાઇપ સાથે ધસી આવ્યા હતા, અને  પાડોશી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. જેમાં છરીનો ઘા ગજીવલેણ સાબિત થયો હતો, અને યુસુફભાઈએ દમ તોડ્યો હોવાથી બનાવ હત્યામાં પલટાયો હતો.

જે બનાવ અંગે સીટી બી. ડિવિઝન ના પી.આઇ. એચ.પી. ઝાલા એ ગુલામ હુસેન હારુનભાઈ સાંઘાણીની ફરિયાદ ના આધારે પાડોશી દંપત્તિ પર હુમલો કરી હત્યા કરવા અંગેની કલમ 302,326,504,114 તેમજ જી. પી. એકટ કલમ 135-1 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં બંને આરોપી ભાઈઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.