દેશ બદલ રહા હે !!!
મીડિયા રાઇટ્સ ડીલ વર્ષ 2023થી વર્ષ 2027 સુધીના સમયગાળા સુધીની છે
દરેક વસ્તુનો એક નિર્ધારિત સમય હોય છે ત્યારે સતત ભારત દેશ પ્રગતિ કરી રહ્યું છે અને વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વમાં ક્રિકેટ હાલ અત્યંત લોકપ્રિય રમત બની છે ત્યારે પહેલા વધુને વધુ લોકો ટીવી માધ્યમનો ઉપયોગ મેચ નિહાળવા માટે કરતા હતા પરંતુ હવે ડિજિટલ ક્રાંતિ સર્જાતા ક્રિકેટ રસીકો ડિજિટલ માધ્યમથી મેચ નિહાળી રહ્યા છે ત્યારે આવતા પાંચ વર્ષ માટે બીસીસીઆઇએ મીડિયા ટીવીને નહીં પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ ને પ્રાધાન્ય આપ્યું છે અને ડિજિટલ રાઈટ્સને વધુ ભાવે વેચવા કાઢ્યા છે.
મીડિયા અધિકારોના વેચાણની જાહેરાત 19 ઓગસ્ટના રોજ થઈ શકે છે કારણ કે બીસીસીઆઈએ આ તારીખ સુધીમાં સત્તાવાર પ્રસારણકર્તાના નામની જાહેરાત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ અધિકારો ભારતમાં યોજાનારી મેચ માટે રહેશે. નવા બ્રોડકાસ્ટર્સ 2023 વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીમાં જોડાય તેવી અપેક્ષા છે. આ વખતે પણ મીડિયા રાઇટ્સ ડીલ પાંચ વર્ષ (2023થી 2027 સુધી) માટે હશે.
બીસીસીઆઈએ આ વખતે ટીવી અને ડિજિટલ માટે અલગ-અલગ મીડિયા રાઈટ્સ વેચશે. છેલ્લી વખતે ભારતીય બોર્ડે ડિઝની સ્ટારને 6138.10 કરોડ રૂપિયામાં મીડિયા અધિકારો વેચ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય મેચ દીઠ લગભગ 60.1 કરોડ રૂપિયા હતા. બુધવારના રોજ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં બીસીસીઆઈ એ પેકેજ એ માટે પ્રતિ મેચ 20 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા છે જ્યારે પેકેજ બી માં પ્રતિ મેચ 25 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા છે જેમાં વૈશ્વિક ડિજિટલ રાઇટ નો પણ સમાવેશ થશે. વર્ષ 20023 થી વર્ષ 2017 સુધીમાં 88 મેચો રમાશે અને પ્રતિ મેચ 45 કરોડ રૂપિયા નું બેઇઝ પ્રાઈઝ નિર્ધારિત કરવામાં આવ્યો છે જે કુલ આંકડો 3960 કરોડ રૂપિયાએ પહોંચશે. જે સમયે મીડિયા ૂશિયિં ની હરાજી થઈ રહી છે ત્યારે સોની અને જી એન્ટરટેનમેન્ટ બંને પોતાના વ્યવસાયને મર્જ કરી રહ્યું છે જ્યારે વોલ્ટ ડિઝની પોતાના ઇન્ડિયા બિઝનેસ ને વેચવા માટેની વાત કરી છે.