કાળઝાળ ગરમીમાં ટાઢક આપતું ફળ તરબૂચ
તરબૂચ એટલે નાનાથી લઈને મોટા બધાને પ્રિય હોય તેવું ફળ .તરબૂચ સૌથી વધુ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવે છે. તે ઉનાળામાં લોકોના હૈયાને ટાઢક આપે છે . તરબૂચ ખાવાથી શરીરમાં પાણીનું લેવલ જળવાય રહે છે. કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણો ફાયદો થાય છે .
પણ શું તમે જાણો છો કે પહેલી વખત કેવી રીતે તેની ખેતી કરાઇ હતી અને ક્યાં કરાઇ હતી ? તો આજે વિશ્વ તરબૂચ દિવસે જાણીએ તરબૂચના ઉદભવની વાત
સૌથી પહેલા ઈજિપ્તમાં તરબૂચ ઉગાડવામાં આવ્યા હતા .તરબૂચ અને તેના બીજના નિશાન 12મા ઇજિપ્તીયન રાજવંશના સ્થળો પર મળી આવ્યા હતા . રાજા તુતનખામેનની સમાધિ અને પ્રાચીન ઈજિપ્શિયન શિલાલેખોમાં વિવિધ પ્રકારના તરબૂચના ચિત્રો પણ મળી આવ્યા હતા .
તરબૂચની ખેતી માત્ર ફળ તરીકે જ નહીં , પરંતુ પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ તરીકે કરવામાં આવે છે . સૂકી ઋતુમાં ખાવા માટે તેનો સંગ્રહ કરવામાં આવતી હતી.
ભારતમાં તરબૂચની ખેતીની શરૂઆત 7મી સદીમાં થતી હતી અને 10મી સદી સુધીમાં તે ચીન સુધી પહોંચી ગઈ હતી . 17મી સદીમાં નાના બગીચાના પાક તરીકે યુરોપમાં તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તરબૂચ પીળા-સફેદ કલરના હતા તે સ્વાદમાં મીઠા ન હોતા. ત્યાર પછી 21મી સદીમાં બીજ વિનાના તરબૂચનું વાવેતર કરાયું હતું અને તે સૌથી વધુ લોકપ્રિય બન્યુ હતું .
બીજ વિનાના તરબૂચને શરૂઆતમાં 1939માં જાપાની વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યા હતા જેઓ બીજ વિનાના ટ્રિપ્લોઇડ હાઇબ્રિડ બનાવવામાં સક્ષમ હતા . જે તેમાં પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ન હોવાને કારણે શરૂઆતમાં ઉપયોગમાં લેવાતા નહોતા. તરબૂચ વધુ લોકપ્રિય બનતા 2014માં યુનાઇટેડ સ્ટેટ્સમાં તરબૂચનું વેચાણ લગભગ 85% જેટલુ વધી ગયુ.