જન્માષ્ટમીના તહેવારને લોહીયાળ બનાવવાનો અલકાયદાનો હતો ઇરાદો

રાજકોટના શકમંદ મનાતા વધુ દસથી બાર જેટલા શખ્સોની એટીએસ દ્વારા પૂછપરછ: એટીએસની કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી

રાજકોટથી ઉઠાવી જવાયેલા શકમંદોના મોબાઇલ અને સોશ્યલ એકાઉન્ટની એટીએસની ટેકનિકલ શાખા દ્વારા તપાસ

રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણ બંગાળી આંતકીઓની એટીએસ દ્વારા કરાયેલી પૂછપરછમાં  કૃષ્ણકુંજ મકાનમાં કેટલા ભાડે રહેતા અને તેના કેટલા પેટા ભાડુતો હતા તેનો કોઇ હિસાબ કિતાબ જ ન થી પોલીસ દ્વારા મકાન માલિકની ભાળ મેળવી આ અંગે તપાસ કરશે ત્યારે કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવશે તેમ જણાય રહ્યું છે. રાજકોટમાં વર્ષોથી સ્થાયી થયેલા બંગાળી સાળા-બનેવીએ રહેવા સહિતની સગવડ પુરી પાડી સહકાર આપ્યાનું અને સૌરાષ્ટ્રમાં ઉજવાતા જન્માષ્ટમીના મેળામાં આંતકી હુમલો કરવાનું કાવતરુ ઘડયાનો ઘટ્ટસ્ફોટ થયો છે. ત્રણેય આંતકીઓ અવાર નવાર જંકશન રેલવે સ્ટેશન જઇને રેકી કરતા હોવાનું તેમજ એ.કે.47 કંઇ રીતે ચલાવવી તે અંગેની ઓન લાઇન ટ્રેનીંગ લેતા હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે. બીજી તરફ રાજકોટમાં મોટી સંખ્યામાં બંગાળીની વસ્તી હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ શરુ કરવામાં આવી છે.

અલકાયદાના આંતકીઓ સૈફ નવાઝ, આમીરુલ અને અમનઅલી શેખની બે દિવસ પહેલાં રાજકોટના સોની બજારમાંથી એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવી કરેલી પૂછપરછમાં તેને કોલકતાના વર્ધમાનના ચૌધરી અફતારુલ ઇસ્માઇલે રાજકોટમા મકાન ભાડે અપાવ્યાની કબુલાત આપી છે. સૌરાષ્ટ્રમાં યોજાતા જન્માષ્ટમીના મેળામાં આંતકી હુમલો કરવાની અલકાયદા દ્વારા બનાવવામાં આવી હતી તેમાં ત્રણેય બંગાળીનો શખ્સોનો સ્લીપર સેલ તરીકે ઉપયોગ થવાનો હોવાની કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી છે.

ત્રણેય શખ્સોએ એ.કે.47 કઇ રીતે ચલાવવી તે અંગેની ઓન લાઇન ટ્રેનિંગ લીધાની કબુલાત આપી છે. તેમજ ત્રણેય શખ્સો અવાર નવાર સોની બજાર થી રેલવે જંકશન જઇને રેકી કરી હતી. જન્માષ્ટમીના મેળામાં આંતકી હુમલા અંગેના મળેલા ઇન્પુટના પગલે એનઆઇએ સક્રીય બની તપાસમાં ઝુકાવ્યું છે. ત્રણેય બંગાળીને રાજકોટમાં મકાનની સગવડ અને સહકાર આપનાર સાળા-બનેવીની એટીએસ દ્વારા અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે.તેમજ અન્ય આઠ થી દસ જેટલા શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જેમાં ત્રણેય આંતકીઓ રાજકોટમાં વસવાટ કરતા બંગાળી કારિગરોને  કટ્ટરપંથી બનાવવા પ્રયાસો કરતા હોવાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.રાજકોટથી ઉપાડી જવાયેલા શંકમંદ બંગાળી કારિગરોના મોબાઇલ અને સોશ્યલ એકાઉન્ટની એટીએસની ટેકનિકલ શાખા દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે.  મોબાઇલ અને સોશ્યલ એકાઉન્ટના માધ્યમથી શંકમંદો જેહાદી પ્રવૃતિ સાથે જોડાયા હોવાની શંકા સાથે તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.