જૂન મહિનામાં ઉદ્યોગોને અપાતી લોનમાં 9.5 ટકા, ખેતીની લોનમાં 12.9 ટકા, સર્વિસની લોનમાં 12.8 ટકા, રિટેઇલ લોનમાં 18.1 ટકા અને નોન ફૂડ ક્રેડિટમાં 15 ટકાનો વધારો
લોકોનો અર્થતંત્ર ઉપર ભરોસો વધતા ક્રેડિટ ઉપયોગ કરવામાં 16 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં જૂન મહિનામાં ઉદ્યોગોને અપાતી લોનમાં 9.5 ટકા, ખેતીની લોનમાં 12.9 ટકા, સર્વિસની લોનમાં 12.8 ટકા, રિટેઇલ લોનમાં 18.1 ટકા અને નોન ફૂડ ક્રેડિટમાં 15 ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રલ બેંકના તાજેતરના માસિક બુલેટિનમાં પ્રકાશિત અર્થતંત્રની સ્થિતિ પરના અહેવાલમાં જણાવાયું છે કે વ્યક્તિગત (રિટેલ) લોન વૃદ્ધિની ઝડપી ગતિ હાઉસિંગ અને નોન-હાઉસિંગ બંને એકંદર ક્રેડિટ વિસ્તરણને ટેકો આપી રહી છે. કુલ બેંક ક્રેડિટમાં વ્યક્તિગત લોન 2022-23માં વધીને 28% થઈ ગઈ છે જે 2017-18માં 21% હતી.
ગત વર્ષે જૂનમાં 9.5 ટકાની સરખામણીએ જૂનમાં ઉદ્યોગોને લોન 8.1 ટકા વધી હતી. પરંતુ મોટી કંપનીઓને લોન ગત વર્ષની સરખામણીએ લગભગ બમણી ઝડપે વધી છે મોટી કંપનીઓને લોનમાં પુનઃસજીવન થવાનું કારણ મૂડી ખર્ચને આભારી હોઈ શકે છે. કેટલાક કોર્પોરેટ્સે નજીકના ગાળામાં મૂડીપક્ષને વિસ્તારવાની ઈચ્છા વ્યક્ત કરી છે,
આ જૂનમાં નાની અને મધ્યમ કદની કંપનીઓને ધિરાણ ધીમી પડી હતી. મધ્યમ ઉદ્યોગોને ધિરાણ 13.2% અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોમાં 13% વધ્યું છે.