જૂનાગઢના કલેકટર અનિલ રાણાવાસિયાની કલમે
“ધ્રુજતા રડમસ અવાજમાં એક મહિલાનો “અમને બચાવી લો” તેવા શબ્દો સાથે ફોન આવ્યો ત્યારે કલેકટરની સંવેદનાઓ ઝણઝણી ઉઠી
આમ તો જ્યારે કુદરતી આફતની જૂનાગઢ પંથકમાં ચર્ચા થાય ત્યારે જૂની પેઢી 82ની જળ હોનારત યાદ કરે. શાપુર હતું ન હતું થઈ ગયું તે યાદ કરે પણ જૂનાગઢમાં પૂર હોનારત થાય તેવી કોઈ કલ્પના પણ ના કરે. કારણ? જુનાગઢ ગિરનારના ભૂપૃષ્ઠ પર સૌથી ઊંચે છે. અહીં વરસાદી પાણી ન ટકે. ટૂંકા પટ્ટાના ઉપરવાસથી આવે પણ નહીં. એટલે જુનાગઢ વાસીઓ બેફિકર રહે. ઘરનો બીજો માળ પાણીમાં ડૂબી જશે એવું તો કોઈએ સપનામાં ય જોયું નહીં હોય.
આખરે 22મી જુલાઈ 23નો એ દિવસ. આ દિવસે જુનાગઢે જે જોયું એ ક્યારેય ભૂલાય એવું લાગતું નથી. આ જળ હોનારત જૂનાગઢમાં તારાજી કરીને તો ગઈ છે પણ જૂનાગઢને મંથન કરવા ઘણું શીખવીને પણ ગઈ છે.
અનિલ રાણાવાસિયા જૂનાગઢના કલેક્ટર છે. ચાર્જ લીધા ને હજુ ત્રણ મહિના થયા છે. જુનાગઢ જિલ્લાની ભૂગોળ, વરસાદી સીઝનની જુદા જુદા પ્રાંતમાં થતી અસર સમજે તે પહેલા તેમને અચાનક આવેલી નકલ્પિત કુદરતી આફતમાં લોકોને બચાવવા,મદદ કરવા સરકારી વ્યવસ્થા તંત્રને દિશાનિર્દેશ આપવો પડ્યો છે.
જૂનાગઢના લોકોની હિંમત, સમય સૂચકતા, જિલ્લા તંત્રના સભ્યોનું ટીમ વર્ક અને ભરાયેલા પાણીના નિકાલ માટે એક્શન મોડમાં કામગીરીને કારણે સદનશીબે વરસાદ અને પૂર સ્થિતિ પ્રમાણે તે દિવસે ખૂબ મોટી જાનહાની થઇ નથી.
22મી જુલાઈએ ગિરનાર પર પડેલા ભારે વરસાદથી થયેલી પૂર હોનારતના એ દિવસે કલેક્ટરે શું અનુભવ્યું? શું જોયું? કેવી રીતે પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તંત્રએ સમગ્ર સ્થિતિની કમાન સંભાળી એ જોઈએ એમના જ શબ્દોમાં….
કલેકટર અનિલ રાણાવાસિયા લખે છે કે,”22 જુલાઈ 2023નો દિવસ સવારના સમયે ચોમાસાના એક સામાન્ય દિવસ જેવો લાગતો હતો. ખબર નહોતી કે આગળ આવતો સમય જૂનાગઢ શહેર માટે એક ના ભુલાય તેવો દિવસ બની રહેશે.”
બપોરે પોણા બે વાગે હું લંચ પછી ઓફિસ જવા નિકળ્યો હતો. ધોધમાર વરસતા એ વરસાદની ધ્વનિ કંઈક અલગ ઘટના ઘટી રહી હોવાનો અહેસાસ કરાવતી હતી. બંગલાની બહાર નીકળતા જ મારા ઙજઘ અને ડ્રાઇવર બોલ્યા: “સાહેબ, આ રસ્તા પર આટલુ પાણી અમે ક્યારેય નથી જોયું.
અમે ગાડીમાં આગળ વધી કાળવા ચોક તરફ જઈ રહ્યા હતા, ત્યાં મેં કાળવા નદીનું ભયંકર રૂપ જોયું. પાણી જે ગતિ એ કાળવામાં વહી રહ્યું હતું અને હિલોળા મારી રહ્યું હતું તે જોતાં કુદરતની સામે માણસની હેસિયતનો અહેસાસ કરાવતો એક વીજળી વેગ અહેસાસ થયો. કાળવા ચોક અને સરદાર ચોક વચ્ચેના એ પુલ પર લગભગ 50-60 માણસો કાળવા નદીના એ પ્રચંડ શક્તિ રૂપી રૌદ્ર રૂપને જોવા ભેગા થયા હતા. ઙજઘ અને મેં આ લોકોને ત્યાંથી હટી જવા અને ઘરે જવા સૂચના આપવા માંડી. ઘડીક લોકો ત્યાંથી હટે અને પાછા આવી જાય, લગભગ 5 મિનિટ સુધી વારંવાર લોકોને સૂચના આપ્યા અને હટાવ્યા બાદ બાદ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હું ત્યાંથી મોતીબાગ તરફથી ઓફિસના રસ્તે આગળ વધ્યો પરંતુ પાણી કાળવા નદીનુ પાણી તેની સરહદો વટાવી રસ્તા પર આવવાનું શરૂ કરી ચૂક્યું હતું.
હું ત્યાંથી પરત ફરી ગાંધી ચોક થઇને ભારે વરસાદમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યો. સ્થિતિ વિકટ હતી. કંટ્રોલ રૂમના ફોન અને અધિકારીઓના ફોન સતત રણકી રહ્યા હતા. આવતી દરેક ફરિયાદ નોંધી, જરૂરી મદદ પહોંચાડવાનું શરૂ કર્યું.
આ પરિસ્થિતિમાં એક બહેનનો ફોન આવ્યો, ધ્રુજતા રડતા અવાજે મને કહ્યુ” સાહેબ ,અમારા ઘરોમાં પાણી ભરાયા છે, સોસાયટીની એક કમ્પાઉન્ડ દિવાલ તોડવી પડે એમ છે, નહિતર અમે ડૂબી જઈશું, અમને બચાવી લો, મદદ મોકલો. તાત્કાલિક ત્યાં ઉંઈઇ મોકલ્યું અને દિવાલ તોડાવી અને પાણીને સોસાયટીમાથી કાઢ્યું. એસટી વર્ક શોપમાં ફસાયેલા લોકોને ગઉછઋની મદદ મોકલી બચાવ્યા. સતત આવી રહેલી આવી કેટલીય મદદની વિનંતીઓ પોલીસ,છ। છઝઘ, ગઉછઋ, જઉછઋ, મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડના જવાનો, સ્થાનિકોની મદદથી પૂરી કરવાનો પ્રયાસ કર્યો. એસપી અને પોલીસની ટીમનો અદ્ભુત સહયોગ મળ્યો અને તેમણે પોતાના જીવની પણ પરવા કર્યા વગર ઘણા લોકોને ડૂબતા બચાવ્યા. તમામ વિભાગો અને સ્થાનિક પદાધિકારીઓ, સંસ્થાઓ, સેવાભાવી લોકોની મદદથી 220 જેટલા લોકોને રેસ્કયુ કર્યા, 750 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડયા. રાજ્ય સરકારની પણ ખૂબ મદદ મળી. મુખ્ય મંત્રી, મુખ્ય સચિવ, મહેસુલ સચિવ, રાહત કમિશ્નર તરફથી તમામ જરૂરી મદદ મળી.
હવે, આગામી સમયમાં શહેરમાં પૂરની આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું એના મૂળમાં જવાનો આશય છે. સ્થાનિક અનુભવ ધરાવતા લોકોને સાથે રાખી આ માટે જરૂરી અદ્યતન ટેક્નોલોજીની મદદ પણ લઈશું.